________________
વિશેષાવશ્યકભાષ્ય ઉત્પત્તિની કથા આ મુજબ છે: મહાગિરિનો પ્રશિષ્ય તથા કૌચ્છિન્યનો શિષ્ય અશ્વમિત્ર અનુપ્રવાદ નામના પૂર્વનું અધ્યયન કરતો હતો. તેમાં એવું વર્ણન આવ્યું કે વર્તમાન સમયના નારકો વિચ્છિન્ન થઈ જશે. આ જ રીતે દ્વિતીયાદિ સમયના નારકો પણ વિચ્છિન્ન થઈ જશે. વૈમાનિક વગેરેના વિષયમાં પણ આ જ વાત સમજવી જોઈએ. આ જાણીને તેના મનમાં શંકા થઈ કે જો આ પ્રમાણે ઉત્પન્ન થતાં જ જીવ નષ્ટ થઈ જતો હોય તો તે કર્મનું ફળ ક્યારે ભોગવે ? તેની આ શંકાનું સમાધાન કરતાં ગુરુએ કહ્યું કે પર્યાયરૂપથી નારકાદિ નષ્ટ થાય છે પરંતુ દ્રવ્યરૂપથી તો વિદ્યમાન જ રહે છે આથી કર્મફલનું વેદન ઘટી શકે છે. ગુરુના સમજાવવા છતાં પણ તે પોતાની હઠ પર દઢ રહ્યો અને એકાત્ત સમુચ્છેદનો પ્રચાર કરવા લાગ્યો. પરિણામે તેને સંઘમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યો. એક વખત અશ્વમિત્ર વિચરતા-વિચરતા રાજગૃહમાં જઈ પહોંચ્યો. ત્યાંના શ્રાવકોએ તેને મારવાનું શરૂ કર્યું. આ જોઈને તે કહેવા લાગ્યો – “તમે લોકો શ્રાવક થઈને સાધુને મારો છો !” શ્રાવકોએ ઉત્તર આપ્યો – “જે સાધુ બન્યો હતો તે અથમિત્ર હતો અને જે શ્રાવક બન્યા હતા તે લોકો તો ક્યારના નષ્ટ થઈ ચૂક્યા. તું અને અમે તો કોઈ બીજા જ છીએ.” આ સાંભળીને અશ્વમિત્રને પોતાના મતની દુર્બળતા સમજાઈ ગઈ. તેણે ફરી પોતાના ગુરુ પાસે જઈને ક્ષમાયાચના કરી તથા મહાવીરના સંઘનો અનુયાયી બન્યો.' પંચમ નિહવ:
પંચમ નિતવનું નામ ગંગ છે. તેણે એ મતનું પ્રતિપાદન કર્યું કે એક સમયમાં બે ક્રિયાઓનો અનુભવ થઈ શકે છે. આ માન્યતાને કારણે તેને દૈક્રિય નિહ્નવ કહેવામાં આવે છે. ઘટના આ મુજબ છે : આર્ય મહાગિરિનો પ્રશિષ્ય તથા ધનગુપ્તનો શિષ્ય ગંગ એક વખત શરદ ઋતુમાં પોતાના આચાર્યને વંદના કરવા માટે ઉત્સુકાતીર નામના નગરથી નીકળીને ચાલ્યો. રસ્તામાં ઉલુકા નદીમાં ચાલતી વખતે તેને માથા પર લાગતી સૂર્યની ગરમી તથા પગમાં લાગતી નદીની ઠંડકનો અનુભવ થયો. આ જોઈને તેણે વિચાર્યું – “સૂત્રોમાં કહેવામાં આવ્યું છે કે એક સમયમાં એક જ ક્રિયાનું વેદના થઈ શકે છે. પરંતુ મને તો એક જ સાથે બે ક્રિયાઓનો અનુભવ થઈ રહ્યો છે. તેણે પોતાનો અનુભવ પોતાના ગુરુ સામે રાખ્યો. ગુરુએ કહ્યું – “તારું કહેવું ઠીક છે પરંતુ વાત એમ છે કે સમય અને મન એટલાં સૂક્ષ્મ છે કે આપણે સામાન્ય રીતે તેમના નાના-નાના વિભાગોને નથી સમજી શકતા. વાસ્તવમાં કોઈ પણ ક્રિયાનું વેદન ક્રમશઃ જ થાય છે.” ગંગને ગુરુની વાત ગમી નહિ. તે સંઘથી અલગ થઈને પોતાના મતનો પ્રચાર
૧. ગા. ૨૩૮૯-૨૪૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org