________________
૨૪૬
આગમિક વ્યાખ્યાઓ (૪) તેમની સાથે ઉપાશ્રયની અંદર રહેવું, (૫) તેમની સાથે ઉપાશ્રયની બહાર રહેવું. ગણાવદકને અંતિમ બે અતિશય હોય છે.
ગ્રામ, નગર વગેરેમાં ચારે તરફ દીવાલથી ઘેરાયેલ એક જ દ્વારવાળા મકાનમાં આચાર્યથી જુદા ખંડમાં અગીતાર્થ સાધુઓનો નિવાસ નિષિદ્ધ છે. જો તેમાં કોઈ ગીતાર્થ સાધુ હોય તો એવો કોઈ નિષેધ નથી. માત્ર અગીતાર્થ સાધુઓએ આ જાતના સ્થાનમાં નિવાસ કરવાથી તેમને છેદ અથવા પરિહારતપના પ્રાયશ્ચિત્તના ભાગી બનવું પડે છે. આ જ રીતે અનેક દ્વારોથી યુક્ત ઘર વગેરેમાં રહેવા માટે પણ ગીતાર્થનું સાહચર્ય અનિવાર્ય છે. એતષિયક વિસ્તૃત વિવેચન બૃહત્કલ્પભાષ્યનો પરિચય આપતી વખતે કરવામાં આવી ચૂક્યું છે.' - અનેક સ્ત્રી-પુરુષોને કોઈ સ્થાન પર મૈથુન સેવન કરતાં જોઈને જો કોઈ સાધુ વિકારયુક્ત થઈ હસ્તકર્મ વગેરેથી પોતાના વીર્યનો ક્ષય કરે તો તેના માટે એક માસના અનુદ્ધાતી પરિહારતપના પ્રાયશ્ચિત્તનું વિધાન છે; જો તે કોઈ અચિત્ત પ્રતિમાદિમાં પોતાના શુક્રપુગલો વહાવતો મૈથુનપ્રતિસેવનામાં પ્રસિદ્ધ થાય છે તો તેના માટે ચાર માસના અનુદ્ધાતી પરિહારતપના પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
અન્ય ગણમાંથી આવેલાં ક્ષીણ આચારવાળા સાધુ-સાધ્વીઓને તેમની પરિશુદ્ધિ કર્યા વિના પોતાના ગણમાં ન ભેળવવા જોઈએ અને ન તો તેમની સાથે આહાર વગેરે કરવો જોઈએ. જે સાધુ-સાધ્વી પોતાના દોષો ખુલ્લા દિલથી આચાર્ય સામે મૂકી દે તથા યથોચિત પ્રાયશ્ચિત્ત કરીને ફરી તેવું કૃત્ય ન કરવાની પ્રતિજ્ઞા કરે તેમની જ સાથે પોતાનો સંબંધ જોડવો જોઈએ.
ભાષ્યકારે ષષ્ઠ ઉદેશની વ્યાખ્યામાં નિમ્ન વિષયોનો પણ સમાવેશ કર્યો છે : “જ્ઞાતવિધિ પદનું એકાદશ દ્વારપૂર્વક વ્યાખ્યાન – ૧, આક્રન્દાસ્થાન, ૨. ક્ષિત, ૩. પ્રેરણા, ૪. ઉપસર્ગ, ૫. પથિરોદન, ૬. અપભ્રાજના, ૭, ઘાત, ૮, અનુલોમ, ૯. અભિયોગ્ય, ૧૦. વિષ, ૧૧. કોપ; સપ્રવિધ કૂરની ગણના – શાલિકૂર, વ્રીહિકૂર, કોદ્રવકૂર, યવકૂર, ગોધૂમકૂર, રાલકનૂર અને આરણ્યવ્રીહિકૂર; આચાર્ય વસતિની બહાર રહેવાથી લાગતા દોષ; આચાર્ય સ્વયં ભિક્ષા માટે જાય અથવા ન જાય, જવાનાં કારણ, ન જવાનાં કારણ, તત્સમ્બન્ધી દોષ અને પ્રાયશ્ચિત્ત; અભ્યસ્થાનના નિરાકરણનાં કારણ; ચાર પ્રકારની વિકથાની વ્યાખ્યા; આક્ષેપ, આરોપણા, પ્રરૂપણા વગેરે પદોનું વ્યાખ્યાન; આચાર્યના પાંચ અતિશય – ઉત્કૃષ્ટ ભક્ત, ઉત્કૃષ્ટ પાન, મલિનોપધિધાવન, પ્રશંસન અને હસ્તપાદશૌચ; અતિભેદ, પૂર્વવ્યગ્રાહ, સંસર્ગ અને અભિનિવેશના કારણે મિથ્યાદષ્ટિની ઉત્પત્તિ અને તે ૧. જુઓ – વગડાપ્રકૃતસૂત્ર : ગા. ૨૧૨૫-૨૨૮૯ (બૃહત્કલ્પ-લઘુભાષ્ય),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org