________________
૪૩૮
આગમિક વ્યાખ્યાઓ આપણે બંને બધી ઉપાધિ છોડી ફરી નવસંયમ ધારણ કરીશું. અત્યારે જલ્દી ન કર.
ગુરુનાં આ વચન સાંભળીને ધર્મસિંહ વિચાર કરવા લાગ્યા કે જો ગુરુજી આદર્શ સંયમ ધારણ કરે તો વધારે સારું, કેમકે તેઓ મારા જ્ઞાનોપકારી છે આથી મારે તેમને સાથે લઈને નવમાર્ગ ગ્રહણ કરવો જોઈએ. એવું વિચારી ધર્મસિંહે ધૈર્ય રાખ્યું. આ દરમિયાન તેમને વિચાર આવ્યો કે મારો પોતાના અવકાશનો ઉપયોગ વિશેષ જ્ઞાનવૃદ્ધિમાં કરવો જોઈએ. મોંનો ઉપદેશ તો થોડાક જ મનુષ્યો સાંભળી શકે છે અને તે પણ એક જ જગ્યાએ, પરંતુ લખેલો ઉપદેશ સર્વત્ર તથા સર્વદા કામ આવી શકે છે. આમ વિચારીને તેમણે આગમ ગ્રંથો પરેટબા (ટિપ્પણ) લખવાનું કામ શરૂ કર્યું. ધર્મસિંહે કુલ ૨૭ સૂત્રોના ગુજરાતી બા લખ્યા. આ ટબા એટલા સરળ તથા સુબોધ છે કે આજ પણ કેટલાય સાધુ તેમના જ આધારે શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. ગુજરાત અને રાજસ્થાનમાં તો તેમનો ઉપયોગ થાય જ છે, પંજાબના સાધુઓ પણ તેમનો ખૂબ ઉપયોગ કરે છે. તે હજી સુધી પ્રકાશિત નથી થયા.
દિવસો ૫૨ દિવસો વીતવા લાગ્યા. ધર્મસિંહને ગુરુમાં શુદ્ધ ચારિત્ર પાલનનાં કોઈ લક્ષણ દૃષ્ટિગોચર ન થયા. ધર્મસિંહનું ધૈર્ય પોતાની પરાકાષ્ઠા પર પહોંચી ચૂક્યું હતું. તેમણે ગુરુને કહ્યું કે આટલા દિવસ સુધી ધૈર્ય રાખ્યા પછી પણ જો આપ વિશુદ્ધ ચારિત્રમાર્ગ પર ચાલવા માટે તૈયાર નથી તો મને જ આજ્ઞા આપો, હું એકલો જ તે પથનો પથિક બનવા માટે તૈયાર છું. આ સાંભળીને ગુરુએ ગદ્ગદ્ હૃદયે શિષ્યને આત્મકલ્યાણના માર્ગ પર અગ્રેસર થવાની અનુમતિ પ્રદાન કરતાં કહ્યું કે હે ધર્મપ્રિય ! હું તને આત્મકલ્યાણ માટે અંતઃકરણથી આશીર્વાદ આપું છું. તું જે માર્ગ પર ચાલવા જઈ રહ્યોછે તે ખૂબ જ કઠિન તથા કાંટાળો છે. જો તું આ પથ પર સફળતાપૂર્વક વધી શકીશ તો તો ઠીક અન્યથા તારી સાથે મારે પણ અપયશના ભાગી બનવું પડશે. આથી નવો માર્ગ ગ્રહણ કરતાં પહેલાં હું તારી પરીક્ષા લેવા માગું છું. આજ રાતે તું અમદાવાદની ઉત્તર તરફ એક ઉદ્યાનમાં જે દરયાખાન નામક યક્ષાયતન છે તેમાં રહે. પ્રાતઃકાળે મારી પાસેથી અંતિમ આજ્ઞા લઈને નવો માર્ગ ગ્રહણ કરજે.
ગુરુને વંદન કરી યતિ ધર્મસિંહ દરયાખાન તરફ ચાલ્યા. શાસ્ત્રાજ્ઞા અનુસાર ધર્મસિંહે તે સ્થાનના રક્ષક પાસે ત્યાં રોકાવાની અનુમતિ માગી. મુસલમાન રક્ષકે ઉત્તર આપ્યો : “યતિજી ! શું તમને દરયાખાન પીરની શક્તિનું જ્ઞાન નથી ? શું તમને માલૂમ નથી કે અમારા ચમત્કારી પીરના આ સ્થાન પર રાતે કોઈ મનુષ્ય નથી રહી શકતો ? તેમણે સેંકડો મનુષ્યોને પછાડીને પરલોકમાં પહોંચાડી દીધા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org