________________
૪૪૦
આગમિક વ્યાખ્યાઓ
મુનિ ધર્મસિંહ ગુજરાત અને કાઠિયાવાડમાં જ વિચર્યા કરતા હતા. વાના રોગી હોવાને કારણે તેમના માટે દૂર-દૂરનો વિહાર અતિ કઠિન હતો. ૪૩ વર્ષ સુધી નવી દીક્ષાનું પાલન કર્યા પછી વિ.સં.૧૭૨૮ના આશ્વિન શુક્લા ચતુર્થીના દિવસે તેમનો સ્વર્ગવાસ થયો.
મુનિ ધર્મસિંહે ૨૭ સૂત્રોના ટબા સિવાય નિમ્નલિખિત ગુજરાતી ગ્રંથોની રચના કરી છે : ૧. સમવાયાંગની હૂંડી, ૨. ભગવતીનું યંત્ર, ૩. પ્રજ્ઞાપનાનું યંત્ર, ૪. સ્થાનાંગનું યંત્ર, ૫. જીવાભિગમનું યંત્ર. ૬. જંબુદ્રીપપ્રજ્ઞપ્તિનું યંત્ર, ૭. ચન્દ્રપ્રજ્ઞપ્તિનું યંત્ર, ૮. સૂર્યપ્રજ્ઞપ્તિનું યંત્ર, ૯. રાજપ્રશ્નીયનું યંત્ર, ૧૦. વ્યવહારની હૂંડી, ૧૧. સૂત્રસમાધિની હૂંડી, ૧૨. દ્રૌપદીની ચર્ચા, ૧૩. સામાયિકની ચર્ચા, ૧૪. સાધુસામાચારી, ૧૫. ચન્દ્રપ્રજ્ઞપ્તિની ટીપ. આ ઉપરાંત તેમના લખેલ બીજા પણ કેટલાક ગ્રંથો છે. હજી સુધી આ ગ્રંથોનું પ્રકાશન થઈ શક્યું નથી.
હિન્દી ટીકાઓ :
હિન્દી ટીકાઓમાં મુનિ હસ્તિમલકૃત દશવૈકાલિક-સૌભાગ્યચન્દ્રિકા', નન્દીસૂત્રભાષાટીકા, ઉપાધ્યાય આત્મારામકૃત દશાશ્રુતસ્કન્ધ-ગણપતિગુણ પ્રકાશિકા, ઉત્તરાધ્યયન-આત્મજ્ઞાનપ્રકાશિકા', દશવૈકાલિક-આત્મજ્ઞાનપ્રકાશિકા', ઉપાધ્યાય અમરમુનિકૃત આવશ્યક-વિવેચન (શ્રમણ-સૂત્ર) વગેરે વિશેષરૂપે ઉલ્લેખનીય છે. આ સિવાય હિન્દી, ગુજરાતી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં અનેક આગમોના અનુવાદ તથા સાર પણ પ્રકાશિત થયા છે.
૧. રાયબહાદુર મોતીલાલ બાલમુકુન્દ મૂથા, સતારા, સન્ ૧૯૪૦. ૨. રાયબહાદુર મોતીલાલ બાલમુકુન્દ મૂથા, સતારા, સન્ ૧૯૪૨.
૩. જૈન શાસ્ત્રમાલા કાર્યાલય, લાહોર, સન્ ૧૯૩૬.
૪. જૈન શાસ્ત્રમાલા કાર્યાલય, લાહોર, સન્ ૧૯૩૯-૧૯૪૨.
૫. (અ) જ્વાલાપ્રસાદ માણકચન્દ્ર જોહરી, મહેન્દ્રગઢ (પતિયાલા), વિ.સં. ૧૯૮૯, (આ)જૈન શાસ્ત્રમાલા કાર્યાલય, લાહોર, સન્ ૧૯૪૬.
૬. સન્મતિ જ્ઞાનપીઠ, લોહામંડી, આગરા, વિ.સં. ૨૦૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org