Book Title: Agamik Vyakhyao Jain History Series 3
Author(s): Mohanlal Mehta
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૪૩૨
પ્રશસ્તિના કેટલાક શ્લોકો આ મુજબ છે :
तस्य स्फुरदुस्कीर्तेर्वाचकवरकीर्ति विजयपूज्यस्य । विनयविजयो विनेयः सुबोधिकां व्यरचयत् कल्पे ॥ १२ ॥ समशोधयंस्तथैनां पण्डितसंविग्नसहृदयावतंसाः । श्रीविमलहर्षवाचकवंशे मुक्तामणिसमानाः ॥ १३ ॥ धिषणानिर्जितधिषणाः सर्वत्र प्रसृतकीर्तिकर्पूराः । श्रीभावविजयवाचककोटीराः शास्त्रवसुनिकषाः ॥ १४ ॥ रसनिधिरसशशिवर्षे ज्येष्ठे मासे समुज्ज्वले पक्षे । गुरुपूष्ये यत्नोऽयं सफलो जज्ञे द्वितीयायाम् ॥ १५ ॥ श्रीरामविजयपण्डितशिष्य श्रीविजयविबुधमुख्यानाम् । अभ्यर्थनापि हेतुर्विज्ञेयोऽस्याः कृतौ विवृतेः ॥ १६ ॥ ટીકાનું ગ્રંથમાન ૫૪૦૦ શ્લોકપ્રમાણ છે :૧
प्रत्यक्षरं गणनया, ग्रन्थमानं शताः स्मृताः । चतुष्पञ्चाशदेतस्यां वृत्तौ सूत्रसमन्वितम् ॥ કલ્પસૂત્ર-કલ્પલતા ઃ
આગમિક વ્યાખ્યાઓ
પ્રસ્તુત વ્યાખ્યા` ખરતરગચ્છીય જિનેન્દ્રસૂરિના શિષ્ય સકલચન્દ્રગણિના શિષ્ય સમયસુન્દરગણિ-વિરચિત છે. આનો રચનાકાળ ખરતરગચ્છીય જિનરાજસૂરિનો શાસન-સમય છે. તેમનું મૃત્યુ વિ.સં.૧૬૯૯માં થયું હતું. આથી આ વ્યાખ્યાનો રચનાકાળ વિ.સં. ૧૬૯૯ની આસપાસ છે. આનું સંશોધન હર્ષનંદને કર્યું છે. પ્રારંભમાં વ્યાખ્યાકારે પંચપરમેષ્ઠી, દીક્ષાગુરુ તથા જ્ઞાનગુરુને નમસ્કાર કર્યા છે અને ખરતરગચ્છની.માન્યતાઓ નજરમાં રાખતાં કલ્પસૂત્ર (પર્યુષણાકલ્પ)નું વ્યાખ્યાન કરવાનો સંકલ્પ કર્યો છે. અંતની પ્રશસ્તિમાં વૃત્તિકારની ગુરુ-પરંપરાની નામાવલી સાથે પ્રસ્તુત વૃત્તિના સંશોધક, વૃત્તિ પ્રારંભ તથા પૂર્ણ ક૨વાનાં સ્થાન, ધર્મ-શાસક તથા ધર્મયુવરાજનો નામોલ્લેખ કર્યો છે. વૃત્તિનું ગ્રંથમાન ૭૭૦૦ શ્લોકપ્રમાણ છે. કલ્પસૂત્ર-કૌમુદી :
આ વૃત્તિ તપાગચ્છીય ધર્મસાગરગણિના પ્રશિષ્ય તથા શ્રુતસાગરગણિના
૧. જામનગર-સંસ્કરણ, પૃ. ૧૯૫.
૨. કાલિકાચાર્યકથાસહિત-જિનદત્તસૂરિ પ્રાચીનપુસ્તકોદ્ધાર, સૂરત, સન્ ૧૯૩૯.
૩. Introduction (H. D. Velankar), પૃ. ૧૦.
૪. ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, સન્ ૧૯૩૬ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546