________________
૩૪૩
હરિભદ્રકૃત વૃત્તિઓ लोभोदयोपशमाच्छब्दाद्यर्थगोचरा सामान्यावबोधक्रियैव संज्ञायते अनयेति ओघसंज्ञा, तथा तद्विशेषावबोधक्रियैव संज्ञायते अनयेति लोकसंज्ञा, ततश्चौघसंज्ञा दर्शनोपयोग: लोकसंज्ञा तु ज्ञानोपयोग इति, व्यत्ययमन्ये, अन्ये पुनरित्थमभिदधते-सामान्यप्रवृत्तिरोघसंज्ञा, તોષ્ટિન્તસંજ્ઞા...... આ સંજ્ઞાઓનું મનોવિજ્ઞાનની દષ્ટિએ વિશેષ મહત્ત્વ છે. આધુનિક મનોવિજ્ઞાનની દષ્ટિએ સંજ્ઞાનો જ્ઞાન અને સંવેદનમાં અને ક્રિયાનો અભિવ્યક્તિ અને પ્રવૃત્તિમાં સમાવેશ કરી શકાય. જ્ઞાન અને દર્શનની દૃષ્ટિએ આચાર્યે ઓઘસંજ્ઞાને દર્શનોપયોગ અને લોકસંજ્ઞાને જ્ઞાનોપયોગ કહી છે તથા તેનાથી વિરુદ્ધ મતનો પણ ઉલ્લેખ કર્યો છે.
નવમા પદની વ્યાખ્યામાં વિવિધ યોનિઓનો વિચાર કરવામાં આવ્યો છે.
દસમા પદની વ્યાખ્યામાં રત્નપ્રભા વગેરે પૃથ્વીઓનું ચરમ અને અચરમ દષ્ટિએ વિવેચન કરવામાં આવ્યું છે. ચરમનો અર્થ છે પ્રાન્તપર્યન્તવર્તી અને અચરમનો અર્થ છે પ્રાંતમધ્યવર્તી. આ બંને અર્થ આપેક્ષિક છે. પ્રસ્તુત વિવેચનમાં આચાર્યે અનેક પ્રાકૃત ગદ્યાશો ઉદ્ધત કર્યા છે.
અગીયારમા પદની વ્યાખ્યામાં ભાષાના સ્વરૂપનું વિવેચન કરતાં આચાર્યે સ્ત્રી, પુરુષ અને નપુંસક-લક્ષણનિર્દેશક કેટલાક શ્લોકો ઉદ્ધત કર્યા છે : સ્ત્રી -- योनिर्मदुत्वमस्थैर्य, मुग्धता क्लीबता स्तनौ ।
पुंस्कामितेति लिंगानि, सप्त स्त्रीत्वे प्रचक्षते ॥१॥ પુરુષ – मेहनं खरता दाढूर्य, शौंडीर्यं श्मश्रु तृप्तता ।
स्त्रीकामितेति लिंगानि, सप्त पुंस्त्वे प्रचक्षते ॥ २ ॥ નપુંસક – તાલિમશ્રણાદ્દિમાવામાવરમન્વિતમ્
નપુંસ યુથા: પ્રાદુમહાનત્રસુલપતિમ્ રૂ સ્ત્રીનાં સાત લક્ષણ છે : યોનિ, મૃદુત્વ, અસ્થિરતા, મુગ્ધતા, દુર્બળતા, સ્તન અને પુરુષેચ્છા. પુરુષનાં પણ સાત લક્ષણ છે : મેહન, કઠોરતા, દઢતા, શૂરતા, મૂછો, તૃપ્તિ અને સ્ત્રીકામિતા. નપુંસકનાં લક્ષણ સ્ત્રી અને પુરુષના લક્ષણો સાથે મળતાં વચ્ચેનાં હોય છે જે ન પૂરા સ્ત્રીને અનુરૂપ હોય છે ન પુરુષને. તેમાં મોહની માત્રા અત્યધિક હોય છે.
બારમા પદનાં વ્યાખ્યાનમાં આચાર્યે ઔદારિકાદિ શરીરનાં સામાન્ય સ્વરૂપનું વિવેચન કર્યું છે.
તેરમા પદના વ્યાખ્યાનમાં જીવ અને અજીવનાં વિવિધ પરિણામોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જીવપરિણામ આ પ્રમાણે હોય છે : ગતિ, ઈન્દ્રિય, કષાય, લેશ્યા, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વેદ. અજીવપરિણામનું વિવેચન ૧, પૃ. ૬૧-૨. ૨. પૃ. ૭૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org