________________
પંચમ પ્રકરણ ગન્ધહસ્તિકૃત શસ્ત્રપરિજ્ઞા-વિવરણ આચાર્ય ગન્ધહસ્તીએ આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કન્ધનાં પ્રથમ અધ્યયન શસ્ત્રપરિજ્ઞા પર ટીકા રચી હતી જે આ સમયે અનુપલબ્ધ છે. શીલાંકાચાર્યે પોતાની આચારાંગ-ટીકાના આરંભમાં આનો ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત ગંધહસ્તી અને તત્ત્વાર્થભાષ્ય પર બ્રહવૃત્તિ લખનાર સિદ્ધસેન બંને એક જ વ્યક્તિ છે. તેઓ સિદ્ધસેન ભાસ્વામીના શિષ્ય છે. હજી સુધી તેમની ઉપર્યુક્ત બે કૃતિઓના વિષયમાં જ પ્રમાણ ઉપલબ્ધ છે. સિદ્ધસેનનું નામ ગંધહસ્તી કોણે અને ક્યારે પાડ્યું? તેમણે સ્વયં પોતાની પ્રશસ્તિમાં ગંધહસ્તી પદ નથી જોયું. એવું પ્રતીત થાય છે કે તેમના શિષ્ય અથવા ભક્ત અનુગામીઓએ તેમને ગંધહસ્તી રૂપે પ્રસિદ્ધ કર્યા છે. એવું કરવાનું કારણ એમ જણાય છે કે પ્રસ્તુત સિદ્ધસેન એક સૈદ્ધાત્તિક વિદ્વાન હતા. તેમનું આગમોનું જ્ઞાન અતિ સમૃદ્ધ હતું. તેઓ આગમવિરુદ્ધ માન્યતાઓનું ખંડન કરવા માટે ઘણા પ્રસિદ્ધ હતા. સિદ્ધાન્તપક્ષનું સ્થાપન કરવું તે તેમની એક બહુ મોટી વિશેષતા હતી. તેમની અઢાર હજાર શ્લોકપ્રમાણ તત્ત્વાર્થભાષ્યની વૃત્તિ સંભવતઃ તે કાળ સુધી રચવામાં આવેલી બધી વ્યાખ્યાઓમાં મોટી રહી હશે. આ બ્રહવૃત્તિ. તથા તેમાં કરવામાં આવેલ આગમિક માન્યતાઓનાં સમર્થનને જોઈને તેમની પછીના શિષ્યો અથવા ભક્તોએ તેમનું નામ ગંધહસ્તી પાડી દીધું હશે. આ ગંધહસ્તી” શબ્દ એટલો અધિક મહત્ત્વપૂર્ણ છે કે તીર્થકરો માટે પણ તેનો પ્રયોગ કરવામાં આવે છે. “શક્રસ્તવ' નામથી પ્રસિદ્ધ “નમોત્થણના પ્રાચીન સ્તોત્રમાં પુરિસવરગન્ધહસ્થીર્ણ નો પ્રયોગ કરીને તીર્થંકરને ગંધહસ્તી વિશેષણ વડે વિશિષ્ટ બતાવવામાં આવ્યા છે. સિદ્ધસેન અર્થાતુ ગંધહસ્તીના સમય સંબંધમાં નિશ્ચિતરૂપે કંઈ નથી કહી શકાતું. હા, એટલું નિશ્ચિત છે કે તેઓ વિક્રમની સાતમી અને નવમી શતાબ્દીની વચ્ચે ક્યારેક થયા છે. તેમણે પોતાની તત્ત્વાર્થભાષ્યવૃત્તિમાં વસુબંધુ, ધર્મકીર્તિ વગેરે બૌદ્ધ વિદ્વાનોનો ઉલ્લેખ કર્યો છે, જેનાથી એમ સાબિત થાય છે કે તેઓ સાતમી શતાબ્દી (વિક્રમ)ની પહેલાં તો નથી થયા. બીજી તરફ નવમો શતાબ્દીમાં થયેલા આચાર્ય શીલાંકે તેમને ઉલ્લેખ કર્યો છે, જેનાથી એમ સાબિત થાય છે કે તેઓ નવમી શતાબ્દી પહેલાં કોઈ સમયમાં થયા છે.
૧. આમતની પુષ્ટિ માટે જુઓ-તત્ત્વાર્થસૂત્ર પરિચય, પૃ. ૩૪-૪ર (પં. સુખલાલજીકૃત વિવેચન). ૨. તત્ત્વાર્થભાષ્યવૃત્તિ, પૃ. ૬૮, ૩૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org