________________
એકાદશ પ્રકરણ
માલધારી હેમચન્દ્રકૃત ટીકાઓ માલધારી હેમચન્દ્રસૂરિની પરંપરામાં થનાર મલધારી રાજશેખરે પોતાની પ્રાકૃતિદ્વયાશ્રયની વૃત્તિની પ્રશસ્તિમાં લખ્યું છે કે મલધારી હેમચન્દ્રનું ગૃહસ્થાશ્રમનું નામ પ્રદ્યુમ્ન હતું. તેઓ રાજમંત્રી હતા અને પોતાની ચાર સ્ત્રીઓને છોડીને મલધારી અભયદેવસૂરિ પાસે દીક્ષિત થયા હતા. આ બંને આચાર્યોનાં પ્રભાવશાળી જીવન-ચરિત્રનું વર્ણન મલધારી હેમચન્દ્રના જ શિષ્ય શ્રીચન્દ્રસૂરિએ પોતાનાં મુનિસુવ્રત-ચરિતની પ્રશસ્તિમાં કર્યું છે. તે અતિ રોચક તથા ઐતિહાસિક તથ્યોથી યુક્ત છે. મલધારી હેમચન્દ્રનો પરિચય આપતાં શ્રીચન્દ્રસૂરિ કહે છે :
પોતાના તેજસ્વી સ્વભાવથી ઉત્તમ પુરુષોનાં હૃદયને આનંદિત કરનાર કૌસ્તુભમણિ સમાન શ્રી હેમચન્દ્રસૂરિ આચાર્ય અભયદેવની પછી થયા. તેઓ પોતાના યુગમાં પ્રવચનના પારગામી અને વચનશક્તિસમ્પન્ન હતા. ભગવતી જેવું શાસ્ત્ર તો તેમને પોતાના નામની જેમ કંઠસ્થ હતું. તેમણે મૂલગ્રંથ, વિશેષાવશ્યક, વ્યાકરણ અને પ્રમાણશાસ્ત્ર વગેરે અન્ય વિષયોના અર્ધ લક્ષ (?) ગ્રંથ વાંચ્યા હતા. તેઓ રાજા તથા અમાત્ય વગેરે બધામાં જિનશાસનની પ્રભાવના કરવામાં પરાયણ અને પરમ કાણિક હતા. મેઘ સમાન ગંભીર ધ્વનિથી જે સમયે તેઓ ઉપદેશ આપતા તે સમયે જિનભવનની બહાર ઊભા રહીને પણ લોકો તેમના ઉપદેશરસનું પાન કરતા હતા. વ્યાખ્યાનલબ્ધિસંપન્ન હોવાને કારણે તેમનાં શાસ્ત્રવ્યાખ્યાન સાંભળીને જડબુદ્ધિ વાળા લોકો પણ સહજ જ બોધ પ્રાપ્ત કરી લેતા. સિદ્ધવ્યાખ્યાનિક (સિદ્ધર્ષિ)ની ઉપમિતિભવપ્રપંચકથા વૈરાગ્ય ઉત્પન્ન કરનારી હોવા છતાં પણ સમજવામાં અત્યંત મુશ્કેલ હતી એટલા માટે સભામાં તેનું વ્યાખ્યાન લાંબા સમયથી કોઈ નહોતું કરતું. જે સમયે આચાર્ય હેમચન્દ્ર તેનું વ્યાખ્યાન કરતા, તે સમયે લોકોને તેમને સાંભળવામાં ખૂબ આનંદ આવતો. શ્રોતાઓની વારંવારની પ્રાર્થનાને કારણે તેમને લગાતાર ત્રણ વર્ષ સુધી તે કથાનું વ્યાખ્યાન કરવું પડ્યું. તે પછી તે કથાનો પ્રચાર ખૂબ વધી ગયો. આચાર્ય હેમચન્દ્ર નિમ્નલિખિત ગ્રંથ રચ્યા : સર્વપ્રથમ ઉપદેશમાલા મૂલ અને
૧. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૨૪૫. ૨. મુનિસુવ્રતચરિતની પ્રશસ્તિ, કા. ૧૩૨-૧૮૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org