________________
માલધારી હેમચંદ્રકૃત ટીકાઓ
૪૧૩ श्रुतभक्तिजनितौत्सुक्यभावतोऽविचारितस्वशक्तित्वादल्पधियामनुग्रहार्थत्वाच्च कर्तुमारभ्यते
“સે ઉર્વ તં તિરાને...' (સૂ) ૧૨૩)ની વૃત્તિમાં રસનું વિવેચન કરતાં વૃત્તિકારે ભિષશાસ્ત્રના “સ્નેખામf% fપત્ત તૃષ કે વિષે વાર....' વગેરે અનેક શ્લોકો ઉદ્ધત કર્યા છે. આ જ રીતે સપ્તસ્વરની વ્યાખ્યામાં તથા અન્યત્ર પણ અનેક શ્લોકો ઉદ્ધત કર્યા છે. આ વૃત્તિના અંતે પણ તે જ પ્રશસ્તિ છે જે વિશેષાવશ્યકભાષ્યની વૃત્તિના અંતે છે. આમાં વૃત્તિ-રચનાનો સમય નથી આપવામાં આવ્યો. આનું ગ્રંથમાન પ૯૦૦ શ્લોકપ્રમાણ છે. વિશેષાવશ્યકભાષ્ય-બૃહદ્રવૃત્તિ
પ્રસ્તુત વૃત્તિને શિષ્યહિતાવૃત્તિ પણ કહે છે. આ માલધારી હેમચન્દ્રસૂરિની બૃહત્તમ કૃતિ છે. આમાં આચાર્યે વિશેષાવશ્યકભાષ્યમાં પ્રતિપાદિત અનેક વિષયોને અતિ સરળ તથા સુબોધ શૈલીમાં સમજાવ્યા છે. દાર્શનિક ચર્ચાની પ્રધાનતા હોવા છતાં પણ શૈલીમાં ક્લિષ્ટતા નથી આવવા પામી, તે આ ટીકાની એક બહુ મોટી વિશેષતા છે. શંકા-સમાધાન અને પ્રશ્નોત્તરની પદ્ધતિનું પ્રાધાન્ય હોવાને કારણે પાઠકની અરુચિનો સામનો નથી કરવો પડતો. અહીં-તહીં સંસ્કૃત કથાનકોનાં ઉદ્ધરણથી વિષય-વિવેચન પણ વધુ સરળ થઈ ગયું છે. આ ટીકાને કારણે વિશેષાવશ્યકભાષ્યનાં પઠન-પાઠનમાં અત્યધિક સરળતા થઈ ગઈ છે, તેમાં કોઈ સંદેહ નથી. આ ટીકાથી ભાષ્યકાર અને ટીકાકાર બંનેના વશમાં અસાધારણ વૃદ્ધિ થઈ છે. ટીકાના પ્રારંભે આચાર્ય વર્ધમાન જિનેશ્વર, સુધર્માદિપ્રમુખ સૂરિસંઘ, સ્વગુરુ, જિનભદ્ર અને શ્રુતદેવતાની સવિનય વંદના કરી છે : श्रीसिद्धार्थनरेन्द्रविश्रुतकुलव्योमप्रवृत्तोदयः, .
सबोधांशुनिरस्तदुस्तरमहामोहान्धकारस्थितिः । दृप्ताशेषकुवादिकौशिककुलप्रीतिप्रणोदक्षमो,
जीयादस्खलितप्रतापतरणिः श्रीवर्धमानो जिनः ॥१॥ येन क्रमेण कृपया श्रुतधर्म एष,
___ आनीय मादृशजनेऽपि हि संप्रणीतः ।।
૧. પાટણ – સંસ્કરણ, પૃ. ૧૦૦. ૨. પૃ. ૧૧૭-૬ ૩. (અ) યશોવિજય જૈન ગ્રંથમાલા, બનારસ, વીર સં. ૨૪૨૭-૨૪૪૧.
(આ) ગુજરાતી ભાષાંતરં– ચુનીલાલ હુકમચન્દ, આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૨૪
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org