________________
ચતુર્દશ પ્રકરણ અન્ય ટીકાઓ
ઉપર્યુક્ત ટીકાકાર આચાર્યો સિવાય બીજા પણ એવા આચાર્યો છે જેમણે આગમોના ટીકાનિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે. શિવપ્રભસૂરિના શિષ્ય શ્રીકિલકસૂરિએ આવશ્યક સૂત્ર પર વિ.સં.૧૨૯૬માં ટીકા લખી છે જેનું નામ લઘુવૃત્તિ છે. આ સિવાય જીતકલ્પ અને દશવૈકાલિક પર પણ તેમની ટીકાઓ છે. ક્ષેમકીર્તિએ મલયગિકૃિત બૃહત્કલ્પની અપૂર્ણ ટીકા પૂરી કરી છે. મહેન્દ્રસૂરિ (સં. ૧૨૯૪)ના શિષ્ય ભુવનતુંગસૂરિએ ચતુઃશરણ, આતુરપ્રત્યાખ્યાન અને સંસ્તારક આ પ્રકીર્ણકો પર ટીકાઓ રચી છે. આ જ રીતે ગુણરત્ન (સં.૧૪૮૪)એ ભક્તપરિજ્ઞા, સંસ્તારક, ચતુઃશરણ, આતુરપ્રત્યાખ્યાન નામક પ્રકીર્ણકો પર ટીકાઓ રચી છે. વિજયવિમલ (સં. ૧૬૩૪)ની તંદુલવૈચારિક અને ગચ્છાચાર પ્રકીર્ણકો પર ટીકાઓ છે. વાનરર્ષિએ ગચ્છાચાર પ્રકીર્ણક પર વૃત્તિ લખી છે. હીરવિજયસૂરિએ સં. ૧૬૩૯માં અને શાન્તિચન્દ્રગણિએ સં. ૧૯૬૦માં જમ્બુદ્રીપપ્રજ્ઞપ્તિ પર ટીકાઓ લખી છે. શાન્તિચન્દ્રગણિની ટીકાનું નામ પ્રમેયરત્નમંજૂષા છે. જિનહંસે સં. ૧૫૮૨માં આચારાંગ પર વૃત્તિ (દીપિકા) લખી છે. સં. ૧૫૮૩માં હર્ષકુલે સૂત્રકૃતાંગદીપિકાની રચના કરી. ભગવતી અને ઉત્તરાધ્યયન પર પણ તેમણે ટીકાઓ લખી. લક્ષ્મીકલ્લોલગણિએ આચારાંગ (સં. ૧૫૯૬) અને જ્ઞાતાધર્મકથા ૫૨, દાનશેખરે ભગવતી પર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિલઘુવૃત્તિ), વિનયહંસે ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક પર ટીકાઓ લખી છે. આ સિવાય આવશ્યકાદિ પર અન્ય આચાર્યોની પણ ટીકાઓ છે. આવશ્યકપર જિનભટ, નમિસાધુ (સં. ૧૧૨૨), જ્ઞાનસાગર (સં. ૧૪૪૦), માણિક્યશેખર, શુભવર્ધનગણિ (સં.૧૫૪૦), ધીરસુન્દર (સં.૧૫૦૦), શ્રીચન્દ્રસૂરિ (સં.૧૨૨૨), કુલપ્રભ, રાજવલ્લભ, હિતચિ (સં. ૧૬૯૭૦) વગેરેએ, આચારાંગ પર અજિતદેવસૂરિ, પાર્શ્વચન્દ્ર (સં.૧૫૭૨), માણિક્યશેખર વગેરેએ, સૂત્રકૃતાંગ પર સાધુરંગ ઉપાધ્યાય (સં.૧૫૯૯), પાર્શ્વચન્દ્ર વગેરેએ, સ્થાનાંગ પર નગર્ષિગણિ (સં.૧૯૫૭), પાર્શ્વચન્દ્ર, સુમતિકલ્લોલ અને હર્ષનંદન (સં. ૧૭૦૫) વગેરેએ, સમવાયાંગ પર મેઘરાજ વાચક વગેરેએ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ–ભગવતી ૫ર ભાવસાગર, પદ્મસુન્દરગણિ વગેરેએ, જ્ઞાતાધર્મકથા
૧. પાર્શ્વચન્દ્રકૃત ટીકાઓ ગુજરાતીમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org