________________
અન્ય ટીકાઓ
૪ ૨૯ અભયદેવસૂરિએ પણ આ પ્રશ્નનું સમાધાન લગભગ આ જ રીતે કર્યું છે.૧ ૪
વૃત્તિના અંતે પ્રશસ્તિ છે જેમાં વૃત્તિકારની ગુરુ-પરંપરાની લાંબી સૂચી છે જે આનંદવિમલસૂરિથી શરૂ થાય છે. પ્રશસ્તિમાં તે પણ બતાવવામાં આવ્યું છે કે વૃત્તિકાર જ્ઞાનવિમલસૂરિનું બીજું નામ નવિમલગણિ પણ છે. તેઓ તપાગચ્છીય ધીરવિમલસૂરિના શિષ્ય છે. વૃત્તિ-લેખનમાં કવિ સુખસાગરે પૂરી સહાય કરી છે તથા તરણિપુરમાં ગ્રન્થની પ્રથમ પ્રત તેમણે જ લખી છે. વૃત્તિનું ગ્રંથમાન ૭૫૦૦ શ્લોક પ્રમાણ છે. આ વૃત્તિ વિ.સં. ૧૭૯૩ પૂર્વે કેટલાંક જ વર્ષ પહેલાં (સંભવતઃ વિ.સં.૧૭૭૩ની આસપાસ) લખવામાં આવી છે. ઉત્તરાધ્યયનદીપિકા :
આ ટીકા ખરતરગચ્છીય લક્ષ્મીકીર્તિગણિના શિષ્ય લક્ષ્મીવલ્લભગણિની બનાવેલી છે. ટીકા સરળ તથા સુબોધ છે. આમાં ઉત્તરાધ્યયનસૂત્રના પ્રત્યેક પદની શંકા-સમાધાનપૂર્વક વ્યાખ્યા કરવામાં આવી છે. પ્રારંભે ટીકાકારે પંચ પરમેષ્ઠીનું મંગલાચરણ રૂપે સ્મરણ કર્યું છે. તદનંતર ભગવાન મહાવીર તથા પાર્શ્વનાથને ભક્તિ સહિત વંદન કર્યા છે. ત્યાર પછી તેમણે બતાવ્યું છે કે કેમકે ઉત્તરાધ્યયનસૂત્રની અનેક વૃત્તિઓ–ટીકાઓ વિદ્યમાન છે તો પણ હું મંદાધિકારીઓના હૃદય-સદનોમાં બોધનો પ્રકાશ કરનારી આ દીપિકાની રચના કરું છું. ત્યાર પછી પોતાના નામ (લક્ષ્મીવલ્લભ)નો ઉલ્લેખ કરતાં (સ્થાપતુ વમ:) ચૌદસો બાવન ગણધરોનું સ્મરણ કરી આચાર્યે સૂત્રનું વ્યાખ્યાન શરૂ કર્યું છે. વ્યાખ્યાનને વિશેષ સ્પષ્ટ કરવા માટે પ્રસંગવશ કથાનકોનો પણ ઉપયોગ કર્યો છે. આ પ્રકારનાં કથાનકોની સંખ્યા ઘણી મોટી છે. બધા કથાનકો સંસ્કૃતમાં છે. આ ટીકામાં ઉદ્ધરણ નહિ જેવાં છે. ભગવતી-વિશેષપદવ્યાખ્યા :
દાનશેખરસૂરિ દ્વારા સંકલિત પ્રસ્તુત વૃત્તિનું નામ વિશેષપદવ્યાખ્યા લઘુવૃત્તિ અથવા વિશેષવૃત્તિ છે. આમાં વૃત્તિકારે પ્રાચીન ભગવતીવૃત્તિના આધારે ભગવતીસૂત્ર (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના મુશ્કેલ પદોનું વ્યાખ્યાન કર્યું છે. વ્યાખ્યાન માત્ર શબ્દાર્થ સુધી જ
૧. જુઓ – અભયદેવસૂરિકૃત પ્રશ્નવ્યાકરણ-વૃત્તિ, પૃ. ૧. ૨. દ્વિતીય ખંડની પ્રસ્તાવના, પૃ. ૫. ૩. (અ) રાયબહાદુર ધનપતસિહ, કલકત્તા, વિ.સં. ૧૯૩૬.
(આ) ગુજરાતી અનુવાદસહિત – હીરાલાલ હંસરાજ, જામનગર, સન્ ૧૯૩૪-૮ (અપૂર્ણ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org