________________
૪૨૮
આગમિક વ્યાખ્યાઓ પરમેશ્વર પાર્થ, પ્રભુ મહાવીર, જૈન પ્રવચન તથા જ્ઞાનદાતા ગુરુને સાદર પ્રણામ કર્યા છે. નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિવિરચિત પ્રશ્નવ્યાકરણ વૃત્તિની કૃતજ્ઞતા સ્વીકાર કરીને મંદ મતિવાળા માટે આ જ સૂત્રનું સુખબોધક વિવરણ પ્રસ્તુત કરવાનો સંકલ્પ કર્યો છે :
रम्या नवाङ्गवृत्तीः श्रीमदभयदेवसूरिणा रचिताः । ताः सद्भिर्वाच्यमानाः, सुदृशां तत्त्वप्रबोधकराः ॥ ७ ॥ सम्प्रति भानुद्युतय इवासतेऽनल्पजल्पगम्भीराः । परमवनिवेश्मसंगतपदार्थमाभाति दीपिकया ॥ ८ ॥ मत्तो मन्दमतीनां, स्वीयान्येषाँ परोपकाराय । विवरणमेतत् सुगमं, शब्दार्थं भवतु भव्यानाम् ॥ ९ ॥ પ્રશ્નવ્યાકરણ' અથવા પ્રશ્નવ્યાકરણદશા'નો શબ્દાર્થ બતાવતાં આચાર્ય કહે છે કે જેમાં પ્રશ્ન અર્થાત્ અંગુષ્ઠાદિપ્રહ્મવિદ્યાનું વ્યાકરણ અર્થાત્ કથન-વર્ણન કરવામાં આવ્યું હોય તે પ્રશ્નવ્યાકરણ છે. ક્યાંક-ક્યાંક આ સૂત્રનું નામ પ્રશ્નવ્યાકરણદશા પણ છે. જેમાં આ વિદ્યાઓનું પ્રતિપાદન કરનાર દસ અધ્યયન છે તે પ્રશ્નવ્યાકરણદશા છે. આ પ્રકારનો ગ્રંથ ભૂતકાળમાં હતો. અત્યારે આ ગ્રંથમાં આસ્રવ અને સંવરનું જ વર્ણન મળે છે. પાંચ અધ્યાય હિંસા, મૃષા, તેય, અબ્રહ્મ અને પરિગ્રહસંબંધી છે. અને પાંચ અધ્યાય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહસંબંધી છે. એવું કેમ ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં વૃત્તિકાર કહે છે કે પૂર્વાચાર્યોએ તેમ સમજીને કે પ્રશ્નાદિવિદ્યાઓ પાંચ પ્રકારના આશ્રવનો ત્યાગ કરી પાંચ પ્રકારના સંવરરૂપ સંયમમાં સ્થિત મહાપુરુષોને જ પ્રાપ્ત થઈ શકે છે, આથી વર્તમાન યુગની દૃષ્ટિએ આમાં સંયમના સ્વરૂપનું વિશિષ્ટ પ્રતિપાદન કર્યું :
अथ प्रश्नव्याकरणाख्यं दशमानं व्याख्यायते । प्रश्ना:-अङ्गष्ठादि प्रश्नविद्यास्ता व्याक्रियन्ते-अभिधीयन्ते अस्मिन्निति प्रश्नव्याकरणं, कर्तर्यनटि सिद्धम् । क्वचित प्रश्नव्याकरणदशा इति नाम दृश्यते, तत्र प्रश्नानां-विद्याविशेषाणां यानि व्याकरणानि तेषां प्रतिपादनपरा दशाध्ययनप्रतिबद्धा ग्रन्थपद्धतय इति एतादृशं अङ्गं पूर्वकालेऽभूत । इदानीं तु आश्रवसंवरपञ्चक व्याकृतिरेव लभ्यते । पूर्वाचार्यै रेदंयुगीनपुरुषाणां तथाविधहीनहीनतरपाण्डित्यबलबुद्धिवीर्यापेक्षया पुष्टालम्बनमुद्दिश्य प्रश्नादिविद्यास्थाने पञ्चाश्रवसंवररूपं समुत्तारितं, विशिष्टसंयमवतां क्षयोपशमवशात् प्रश्नादिविद्यासम्भवात् ।'
૧. પૃ. ૨ (૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org