________________
૪૨૪
આગમિક વ્યાખ્યાઓ દેરીની પ્રતિષ્ઠા કરાવી હતી : સંવત્ ૧૪૮રૂ વર્ષે પ્રથમ વૈશાલ જીવ છુરૂ ગુરૌ श्रीअंचलगच्छे श्रीमेरुतुंगसूरीणां पट्टोधरेण श्रीजयकीर्तिसूरीश्वर सुगुरूपदेशेन..... श्रीजिउला પાર્શ્વનાથસ્ય ચૈત્યે લેહરિ (૩) હ્રાપિતા....... પ્રસ્તુત દીપિકાના પ્રણેતા માણિક્યશેખરસૂરિ પણ અંચલગચ્છીય મેરુતુંગસૂરિના જ શિષ્ય છે. આવી સ્થિતિમાં જો જયકીર્તિસૂરિ અને માણિક્યશેખરસૂરિને ગુરુભ્રાતા રૂપે માનવામાં આવે તો દીપિકાકાર માણિક્યશેખરસૂરિ સહજ જ વિક્રમની ૧૫મી શતાબ્દીના સાબિત થાય છે. બીજી વાત એ છે કે પ્રસ્તુત ગ્રંથની વિ.સં.૧૫૫૦ પૂર્વે લખવામાં આવેલી કોઈ પ્રત પણ ઉપલબ્ધ નથીર જેના આધારે તેમને અધિક પ્રાચીન સાબિત કરી શકાય. આચારાંગદીપિકા :
શીલાંકાચાર્યકૃત આચારાંગવિવરણના આધારે વિરચિત પ્રસ્તુત દીપિકા ચંદ્રગચ્છીય મહેશ્વરસૂરિના શિષ્ય અજિતદેવસૂરિની કૃતિ છે. આનો રચનાસમય વિ.સં. ૧૬૨૯ની આસપાસ છે.૪ ટીકા સરળ, સંક્ષિપ્ત તથા સુબોધ છે. આનો ઉત્તરાર્ધ હજી સુધી પ્રકાશમાં નથી આવ્યો. પ્રારંભમાં આચાર્યે વર્ધમાન જિનેશ્વરનું સ્મરણ કર્યું છે તથા આચારાંગ સૂત્રની બૃહવૃત્તિ (શીલાંકકૃત)ની દુર્તિગાહતા બતાવીને અલ્પ બુદ્ધિવાળા માટે પ્રસ્તુત દીપિકા લખવાનો સંકલ્પ કર્યો છે ઃ वर्द्धमानजिनो जीयाद्, भव्यानां वृद्धिदोऽनिशम् ।
बुद्धिवृद्धिकरोऽस्माकं भूयात् त्रैलोक्यपावनः ॥ १ ॥ श्रीआचाराङ्गसूत्रस्य, बृहद्वृत्तिः सविस्तरा ।
दुर्विगाहाऽल्पबुद्धीनां क्रियते तेन दीपिका ॥ २ ॥
+
2
ગચ્છાચારવૃત્તિ ઃ
આ વૃત્તિ' તપાચ્છીય આનન્દવિમલસૂરિના શિષ્ય વિજયવિમલગણિની કૃતિ છે. આનો રચનાકાળ વિ.સં. ૧૬૩૪ તથા ગ્રંથમાન ૨૮૫૦ શ્લોકપ્રમાણ છે. વૃત્તિ વિસ્તૃત છે તથા પ્રાકૃત કથાનકોથી યુક્ત છે. વાનરર્ષિકૃત ગચ્છાચારટીકાનો આધાર આ જ વૃત્તિ છે. પ્રારંભમાં વૃત્તિકારે ભગવાન મહાવીર તથા સ્વગુરુને પ્રણામ કરીને ગચ્છાચાર-પ્રકીર્ણકની વૃત્તિ રચવાનો સંકલ્પ કર્યો છે. અંતે બહુ લાંબી પ્રશસ્તિ છે
૧. એજન, પ્રસ્તાવના.
૨. એજન.
૩. પ્રથમ શ્રુતસ્કન્ધ – મણિવિજયજીગણિવર ગ્રંથમાલા, લીંચ, વિ.સં. ૨૦૦૫.
Jain Education International
૪.
પ્રસ્તાવના, પૃ. ૪.
૫. દયાવિમલજી જૈન ગ્રંથમાલા, અમદાવાદ, ૧૯૨૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org