________________
ત્રયોદશ પ્રકરણ
શ્રીચંદ્રસૂરિવિહિત વ્યાખ્યાઓ શ્રીચન્દ્રસૂરિનું બીજું નામ પાર્શ્વદેવગણિ છે. તેઓ શીલભદ્રસૂરિના શિષ્ય છે. તેમણે વિ.સં. ૧૧૭૪માં નિશીથસૂત્રની વિશેષચૂર્ણિના વીસમા ઉદેશકની વ્યાખ્યા કરી છે. આ સિવાય નિમ્ન ગ્રંથો પર પણ તેમની ટીકાઓ છે : શ્રમણોપાસકપ્રતિક્રમણ (આવશ્યક), નન્દી (નન્દીદુર્ગપદવ્યાખ્યા), જીતકલ્પ-બૃહચૂર્ણિ, નિરયાવલિકાદિ અંતિમ પાંચ ઉપાંગ. નિશીથચૂર્ણિ-દુર્ગપદવ્યાખ્યા :
નિશીથચૂર્ણિના વીસમા ઉદેશ પર શ્રીચન્દ્રસૂરિએ દુર્ગપદવ્યાખ્યા નામક ટીકા રચી છે. ચૂર્ણિના કઠિન અંશોને સરળ તથા સુબોધ બનાવવા માટે જ પ્રસ્તુત વ્યાખ્યા રચવામાં આવી છે. જેમકે વ્યાખ્યાકાર પ્રારંભમાં જ લખે છે :
विंशोदेशे श्रीनिशीथस्य चूर्णी,
दुर्गं वाक्यं यत् पदं वा समस्ति । स्वस्मृत्यर्थं तस्य वक्ष्ये सुबोधां,
व्याख्यां कांचित् सद्गुरुभ्योऽवबुद्धाम् ॥ २ ॥ આ વ્યાખ્યાનો અધિક અંશ વિવિધ પ્રકારના માસીના ભંગ, દિવસોની ગણતરી વગેરે સંબંધિત હોવાને કારણે નીરસ છે. ચૂર્ણિકાર જિનદાસગણિ મહત્તરનાં નામ સંબંધિત અંતિમ બે ગાથાઓની વ્યાખ્યા કરતાં વ્યાખ્યાકાર કહે છે :
...૩ ફુદ - 1 | Rા રા તી || ૨ | શ | વ ત વવનાત્ સ્વરદિયો हकारान्ता ग्राह्याः । तदिह प्रथमगाथया जिणदास इत्येवंरूपं नामाभिहितं, द्वितीयगाथया तदेव विशेषयितुमाह-जिणदास महत्तर इति तेन रचिता चूर्णिरियम् ।' અંતે વ્યાખ્યાકાર પોતાનો પરિચય આપતાં કહે છે :
श्रीशालि( शील)भद्रसूरीणां, शिष्यैः श्रीचन्द्रसूरिभिः । દ્વિશદેશાજે ચાધ્યા, ગૂંથા વૈપાવે ? |
૧. સન્મતિ જ્ઞાનપીઠ, આગરા, સન્ ૧૯૬૦ (નિશીથસૂત્રના ચતુર્થ વિભાગ અંતર્ગત, પૃ. ૪૧૩
૪૪૩), ૨. પૃ. ૪૪૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org