________________
દશમ પ્રકરણ
મલયગિરિવિહિત વૃત્તિઓ
આચાર્ય મલયગિરિની પ્રસિદ્ધિ ટીકાકાર રૂપે જ છે, નહિ કે ગ્રન્થકાર રૂપે. તેમણે જૈન આગમ-ગ્રન્થો પર અતિ મહત્ત્વપૂર્ણ ટીકાઓ લખી છે. આ ટીકાઓ વિષયની વિશદતા, ભાષાની પ્રાસાદિકતા, શૈલીની પ્રૌઢતા તથા નિરૂપણની સ્પષ્ટતા વગેરે બધી દૃષ્ટિએ સુસફળ છે. મલયગિરિસૂરિનો સ્વલ્પ પરિચય આ મુજબ છે :'
આચાર્ય મલયગિરિએ પોતાના ગ્રંથોના અંતની પ્રશસ્તિમાં ‘યાપિ મનગિરિના, સિદ્ધિ તેનારનુતાં તો:' આ રીતે સામાન્ય નામોલ્લેખ સિવાય પોતાના વિષયમાં કંઈ પણ નથી લખ્યું. આ જ રીતે અન્ય આચાર્યોએ પણ તેમના વિષયમાં પ્રાયઃ મૌન જ ધારણ કર્યું છે. માત્ર પંદરમી શતાબ્દીના એક ગ્રન્થકાર જિનમંડનગણિએ પોતાના કુમારપાલપ્રબન્ધમાં આચાર્ય હેમચન્દ્રની વિદ્યાસાધનાના પ્રસંગનું વર્ણન કરતી વખતે આચાર્ય મલયગિરિ સંબંધિત કેટલીક વાતોનો ઉલ્લેખ કર્યો છે. વર્ણન આ મુજબ છે :
હેમચન્દ્રે ગુરુની આજ્ઞા લઈને અન્ય ગચ્છીય દેવેન્દ્રસૂરિ અને મલયગિરિની સાથે કલાઓમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે ગૌડદેશ તરફ વિહાર કર્યો. માર્ગમાં ખિલ્લુર ગ્રામમાં એક સાધુ બિમાર હતો. તેની ત્રણેએ સારી રીતે સેવા કરી. તે સાધુ રૈવતક તીર્થ (ગિરનાર)ની યાત્રા માટે બહુ આતુર હતો. તેની અંતિમ સમયની ઈચ્છા પૂરી કરવા માટે ગામના લોકોને સમજાવીને ડોળીનો પ્રબંધ કરી તે લોકો સૂઈ ગયા. સવારે ઊઠીને જુએ છે તો ત્રણે જણા રૈવતકમાં બેઠેલા છે. આ સમયે શાસનદેવીએ આવીને તેમને કહ્યું કે તમારું ઈચ્છિત કાર્ય અહીં જ સમ્પન્ન થઈ જશે. હવે તમારે ગૌડદેશમાં જવાની કોઈ આવશ્યકતા નથી. આમ કહીને અનેક મંત્ર, ઔષિધ વગેરે આપીને દેવી પોતાના સ્થાને ચાલી ગઈ.
એક વખત ગુરુએ તેમને સિદ્ધચક્ર મંત્ર આપ્યો. .....ત્રણેએ અંબિકાદેવીની સહાયતાથી ભગવાન નેમિનાથ (રૈવતકદેવ)ની સામે બેસીને સિદ્ધચક્ર મંત્રની ૧. આનો આધાર મુનિશ્રી પુણ્યવિજયજી દ્વારા સંપાદિત પંચમ તથા ષષ્ઠ કર્મગ્રંથ (આત્માનન્દ જૈન ગ્રંથમાલા, ૮૬)ની પ્રસ્તાવના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org