________________
મલયગિરિવિહિત વૃત્તિઓ
૪૦૩ ત્યાર પછી આચાર્યે આ ઉપાંગનું નામ “રાજપ્રશ્રીય કેમ રાખવામાં આવ્યું તે પર પ્રકાશ પાડ્યો છે. તેઓ લખે છે :
'अथ कस्माद् इदमुपाङ्गं राजप्रश्नीयाभिधानमिति ? उच्यते - इह प्रदेशिनामा राजा भगवत: केशिकुमारश्रमणस्य समीपे यान् जीवविषयान् प्रश्नानकार्षित् यानि च तस्मै केशिकुमारश्रमणो गणभृत् व्याकरणानि व्याकृतवान्, यच्च व्याकरणसम्यक्परिणतिभावतो बोधिमासाद्य मरणान्ते शुभानुशययोगतः प्रथमे सौधर्मनाम्नि नाकलोके विमानमाधिपत्येनाध्यतिष्ठत्, यथा. च विमानाधिपत्यप्राप्त्यनन्तरं सम्यगवधिज्ञानाभोगतः श्रीमद्वर्धमानस्वामिनं भगवन्तमालोक्य भक्त्यतिशयपरीतचेता: सर्वस्वसामग्रीसमेत इहावतीर्य भगवतः पुरतो द्वात्रिंशद्विधिनाट्यमनरीनृत्यत्, नर्तित्वा च यथाऽऽयुष्कं दिवि सुखमनुभूय ततश्च्युत्वा यत्र समागत्य मुक्तिपदमवाप्स्यति, तदेतत्सर्वमस्मिन् उपाङ्गेऽभिधेयम् । परं सकलवक्तव्यतामूलम्-'राजप्रश्नीय' इति-राजप्रश्नेषु भवं राजप्रश्नीयम् ।'
પ્રદેશી નામક રાજાએ કેશિકુમાર નામક શ્રમણને જીવવિષયક અનેક પ્રશ્નો પૂછુયા. પ્રદેશીનું કેશિકુમારના ઉત્તરથી સમાધાન થયું અને તે પોતાના શુભ અધ્યવસાયોને કારણે મર્યા પછી સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં વિમાનાધિપતિ રૂપે ઉત્પન્ન થયો. ત્યાંથી સમ્યક અવધિજ્ઞાન દ્વારા ભગવાન વર્ધમાનને જોઈને ભક્તિના અતિશયના કારણે બધી સામગ્રીથી સજ્જ થઈ ભગવાન પાસે આવ્યો અને બત્રીસ પ્રકારનાં નાટક ભજવ્યાં. પોતાના દેવલોકનાં સુખ ભોગવીને ત્યાંથી ટ્યુત થઈને તે ક્યાં જશે તથા કઈ રીતે મુક્તિ પ્રાપ્ત કરશે, વગેરે વાતોનું વર્ણન પ્રસ્તુત ઉપાંગમાં છે. આ બધા વક્તવ્યનું તાત્પર્ય એ છે કે આ ગ્રન્થ રાજાના પ્રશ્નો સંબંધિત છે આથી તેનું નામ “રાજપ્રશ્રય' છે. પ્રસ્તુત વક્તવ્યમાં આચાર્યે ગ્રંથના શબ્દાર્થની સાથે સાથે જ ગ્રન્થના વિષય પર પણ પ્રકાશ પાડ્યો છે. - ત્યાર પછી વિવરણકારે બીજો પ્રશ્ન કર્યો છે. આ કયા અંગનું ઉપાંગ છે ? આ સૂત્રકૃતાંગનું ઉપાંગ છે. આ સૂત્રકૃતાંગનું ઉપાંગ કેમ છે, તે પર આચાર્ય હેતુપુરસ્પર પ્રકાશ પાડ્યો છે : અથ શાસે રૂ મુપમ ? ૩સૂત્રકૃતી, કથા તદુપતિ વેત, ૩ખ્ય સૂત્રશ્નો હૃા .
પ્રથમ સૂત્રાન્તર્ગત આમલકલ્પા – આમલકપ્પા નામક નગરીનું વર્ણન કરતાં આચાર્ય લખે છે કે તે નગરી આ સમયે (મલયગિરિના સમયમાં) પણ વિદ્યમાન
૧. અમદાવાદ સંસ્કરણ, પૃ. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org