________________
અભયદેવવિહિત વૃત્તિઓ
૩૬૯
થઈ જાય છે તો તે યોગ્ય નથી કેમકે સંસારી આત્મા કથંચિત મૂર્ત પણ છે. આ જાતની દાર્શનિક ચર્ચા પ્રસ્તુત વૃત્તિમાં અનેક સ્થાને જોવા મળે છે. દાર્શનિક દૃષ્ટિની સાથે સાથે જ વૃત્તિકા૨ે નિક્ષેપપદ્ધતિનો પણ ઉપયોગ કર્યો છે જેમાં નિર્યુક્તિઓ અને ભાષ્યોની શૈલી સ્પષ્ટરૂપે દેખાય છે.' વૃત્તિમાં અહીં-તહીં કેટલાંક સંક્ષિપ્ત કથાનકો પણ છે જે મુખ્યત્વે દૃષ્ટાન્તો રૂપે છે.
વૃત્તિના અંતે આચાર્યે પોતાનો સાનુપ્રાસિક પરિચય આપતાં બતાવ્યું છે કે મેં આ ટીકા યશોદેવગણિની સહાયથી પૂર્ણ કરી છે :
'तत्समाप्तौ च समाप्तं स्थानाङ्गविवरणं, तथा च यदादावभिहितं स्थानाङ्गस्य महानिधानस्येवोन्मुद्रणमिवानुयोगः प्रारभ्यत इति तच्चन्द्रकुलीनप्रवचनप्रणीतप्रतिबद्धविहारहारिचरित श्रीवर्धमानाभिधानमुनिपतिपादोपसेविनः प्रमाणादिव्युत्पादनप्रवणप्रकरणप्रबन्धप्रणयिनः प्रबुद्धप्रतिबन्धप्रवक्तृप्रवीणाप्रतिहतप्रवचनार्थप्रधानवाक्प्रसरस्य सुविहितमुनिजनमुख्यस्य श्रीजिनेश्वराचार्यस्य तदनुजस्य च व्याकरणादिशास्त्रकर्त्तुः श्रीबुद्धिसागराचार्यस्य चरणकमलचञ्चरीककल्पेन श्रीमदभयदेवसूरिनाम्ना कया महावीरजिनराजसन्तानवत्तिना महाराजवंशजन्मनेव संविग्नमुनिवर्गश्रीमदजितसिंहाचार्यान्तेवासियशोदेवगणिनामधेयसाधोरुत्तरसाधकस्येव विद्याक्रियाप्रधानस्य साहाय्येन समर्थितम् । '
પ્રસ્તુત કાર્ય-વિષયક અનેક પ્રકારની મુશ્કેલીઓને નજરમાં રાખતાં વિવરણકારે અતિ વિનમ્ર શબ્દોમાં પોતાની ત્રુટીઓ સ્વીકારી છે. સાથે જ પોતાની કૃતિઓને આઘોપાન્ત વાંચીને આવશ્યક સંશોધન કરનાર દ્રોણાચાર્યનો પણ સાદર નામોલ્લેખ કર્યો છે. ટીકાના રચના-કાળનો નિર્દેશ કરતાં બતાવ્યું છે કે પ્રસ્તુત ટીકા વિક્રમ સંવત્ ૧૧૨૦માં રચવામાં આવી :
सत्सम्प्रदायहीनत्वात्, सदूहस्य वियोगतः । सर्वस्वपरशास्त्राणामदृष्टेरस्मृतेश्च मे ॥ १ ॥ वाचनानामनेकत्वात्, पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगाम्भीर्यान्मतभेदाच्च कुत्रचित् ॥ २ ॥ क्षूणानि सम्भवन्तीह, केवलं सुविवेकिभिः । सिद्धान्तानुगतो योऽर्थः सोऽस्माद् ग्रामे न चेतरः ॥ ३ ॥
૧. પૃ. ૧૨, ૨૩, ૯૬, ૯૭, ૨૪૨. ૩. પૃ. ૪૯૯ (૨).
Jain Education International
૨. પૃ. ૨૪૨, ૨૬૨, ૨૬૬, ૩૮૯. ૪. પૃ. ૪૯૯ (૨) – ૫૦૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org