________________
૩૦૭
અભયદેવવિહિત વૃત્તિઓ
सिवसाहणेसु आहारविरहिओ जं न वट्टए देहो।। तम्हा धणो व्व विजयं साहू तं तेण पोसेज्जा ।। १ ।। (शिवसाधनेषु आहारविरहितो यन्न प्रवर्तते देहः ।
तस्मात् धन इव विजयं साधुस्तत् तेन पोषयेत् ॥ १ ॥) તૃતીય અધ્યયનનો સાર બતાવતાં વૃત્તિકાર લખે છે કે બુદ્ધિમાને જિનવરભાષિત વચનોમાં સંદેહ ન કરવો જોઈએ કેમકે આ પ્રકારનો સંદેહ અનર્થનું કારણ છે. જે જિનવચનોમાં હંમેશા શંકિત રહે છે તેને સાગરદત્તની જેમ નિરાશ થવું પડે છે. જે નિઃશંકિત થઈને જિનવચનાનુકૂલ આચરણ કરે છે તેને જિનદત્તની જેમ સફળતા પ્રાપ્ત થાય છે. નિમ્ન ગાથાઓમાં એ જ બતાવવામાં આવ્યું છે :
जिणवरभासियभावेसु भावसच्चेसु भावओ मइमं । नो कुज्जा संदेहं संदेहोऽणत्थहेउ त्ति ॥१॥ निस्संदेहत्तं पुण गुणहेउं जं तओ तयं कज्जं । एत्थं दो सिट्टिसुया अंडयगाही उदाहरणं ॥ २ ॥ (जिनवरभाषितेषु भावेषु भावसत्येषु भावती मतिमान् । न कुर्यात् संदेहं सन्देहोऽनर्थहेतुरिति ॥ १ ॥ निस्सन्देहत्वं पुनर्गुणहेतुर्यत्ततस्तत् कार्यं ।
अत्र द्वौ श्रेष्ठिसुतौ अण्डकग्राहिणावुदाहरणम् ॥२॥) પ્રથમ શ્રુતસ્કન્ધનાં બાકીના અધ્યયનોનાં વિવરણના અંતે પણ આ જ પ્રકારની અભિધેયાર્થગ્રાહી ગાથાઓ છે. આ શ્રુતસ્કન્દમાં ધર્માર્થનું કથન સાક્ષાત્ કથાઓ દ્વારા ન હોતાં ઉદાહરણોનાં માધ્યમથી છે જ્યારે દ્વિતીય શ્રુતસ્કમાં સાક્ષાત ધર્મકથાઓ વડે જ ધર્માર્થનું વર્ણન કરવામાં આવ્યું છે : પૂર્વત્રાનોપનિષ્પમિજ્ઞાનૈઈર્ષાર્થ ૩૫નીત્તે, રૂહ તુ સાવ સાક્ષાથમિfમધીયતે.... ૨ આમાં ધર્મકથાઓના દસ વર્ગ છે અને પ્રત્યેક વર્ગમાં વિવિધ અધ્યયન છે. વિવરણકારે “સર્વ સુનામ:' અને શેષ મૂત્રસિદ્ધમ્' એમ લખીને આ અધ્યયનોનું વ્યાખ્યાન ચાર પંક્તિઓમાં જ સમાપ્ત કરી દીધું છે. અંતે શ્લોકોમાં આચાર્ય અભદેવે પોતાના ગુરુનું નામ જિનેશ્વર બતાવ્યું છે તથા પ્રસ્તુત વિવરણના સંશોધક રૂપે નિવૃતકકુલીન દ્રોણાચાર્યનાં નામનો ઉલ્લેખ
૧. પૃ. ૯૫ (૨).
૨. પૃ. ૨૪૬ (૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org