________________
અભયદેવવિહિત વૃત્તિઓ
૩૮૧
કેટલાક શબ્દોનું અર્થથી અને કેટલાકનું પર્યાયથી જ્ઞાન ન હોવાથી વૃત્તિમાં ત્રુટીઓ રહેવી સ્વાભાવિક છે. જિનવાણીમાં નિષ્ણાત આદરણીય વિદ્વજ્જનો તે ત્રુટીઓનું સંશોધન કરી લે, કેમકે જિનમતની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. પ્રશ્નવ્યાકરણવૃત્તિ :
અભયદેવસૂરિષ્કૃત પ્રસ્તુત શબ્દાર્થપ્રધાન વૃત્તિ નું ગ્રંથમાન ૪૬૩૦ શ્લોકપ્રમાણ છે. આને દ્રોણાચાર્યે શુદ્ધ કરી હતી. વૃત્તિના પ્રારંભે વ્યાખ્યેય ગ્રંથની દુરૂતાનો નિર્દેશ કરતાં આચાર્ય કહે છે :
अज्ञा वयं शास्त्रमिदं गभीरं प्रायो ऽस्य कूटानि च पुस्तकानि । सूत्रं व्यवस्थाप्यमतो विमृश्य, व्याख्यानकल्पादित एव नैव ॥
:
પ્રસ્તુત ગ્રન્થનું નામ પ્રશ્નવ્યાકરણ અથવા પ્રશ્નવ્યાકરણદશા છે. પ્રશ્નવ્યાકરણનો અર્થ બતાવતાં વૃત્તિકાર કહે છે કે જેમાં પ્રશ્ન અર્થાત્ અંગુષ્ઠાદિ પ્રશ્નવિદ્યાઓનું વ્યાકરણ અર્થાત્ અભિધાન કરવામાં આવ્યું છે તે પ્રશ્નવ્યાકરણ છે. પ્રશ્નવ્યાકરણદશાનો અર્થ આ છે ઃ જેમાં પ્રશ્ન અર્થાત્ વિદ્યાવિશેષોનું વ્યાકરણ અર્થાત્ પ્રતિપાદન કરનાર દશા અર્થાત્ દસ અધ્યયન છે તે પ્રશ્નવ્યાકરણદશા છે. આ વ્યુત્પત્યર્થ પહેલાં હતો. અત્યારે તો આમાં આસવપંચક અને સંવરપંચકનું પ્રતિપાદન જ ઉપલબ્ધ છે. प्रश्नाः–अङ्गुष्ठादिप्रश्नविधास्ता - व्याक्रियन्ते - अभिधीयन्तेऽस्मिन्निति प्रश्नव्याकरण, क्वचित् 'प्रश्नव्याकरणदशा' इति दृश्यते, तत्र प्रश्नानां - विद्याविशेषाणां यानि व्याकरणानि तेषां प्रतिपादनपरा दशा - दशाध्ययनप्रतिबद्धाग्रन्थपद्धतय इति प्रश्नव्याकरणदशा । अयं `व्युत्पत्त्यर्थोऽस्य पूर्वकालेऽभूत् । इदानीं त्वास्रवपञ्चकसंवरपञ्चकव्याकृतिरेवोपलभ्यते ।
આગળ આચાર્યે બતાવ્યું છે કે મહાજ્ઞાની પૂર્વાચાર્યોએ આ યુગના પુરુષોના સ્વભાવને નજરમાં રાખીને જ તે વિદ્યાઓના બદલે પંચાસ્રવ અને પંચસંવરનું વર્ણન કર્યું હોવાનું જણાય છે. પ્રશ્નવ્યાકરણ-સુખબોધિકાવૃત્તિકા જ્ઞાનવિમલસૂરિએ પણ આ તથ્યનું સમર્થન કર્યું છે.
૧. (અ) રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, સન્ ૧૮૭૬. (આ)આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૧૯.
૨. પૃ. ૧.
૩. જુઓ – પ્રશ્નવ્યાકરણ – સુખબોધિકાવૃત્તિ, પૃ. ૨ (૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org