________________
શાંતિસૂરિકૃત ઉત્તરાધ્યયનટીકા
૩૬ ૧ सप्त नयशतानि विहिततानि, यत् प्रतिबद्धं सप्तशतारं नयचक्राध्ययनमासीत्, तत्संग्राहिणः पुनदश विध्यादयो, यत्प्रतिपादकमिदानीमपि नयचक्रमास्ते.....१
દ્વિતીય અધ્યયનની વ્યાખ્યામાં પરીષહોના સ્વરૂપનું વિવેચન કરતાં વૃત્તિકાર કહે છે કે ભગવાન મહાવીરે આ પરીષહોનો ઉપદેશ આપ્યો છે. આ પ્રસંગે કણાદાદિપરિકલ્પિત ઈશ્વરવિશેષ અને અપૌરુષેય આગમ–આ બંનેનું નિરાકરણ કરવામાં આવ્યું છે. દેહાદિના અભાવમાં આગમનિર્માણની કલ્પના અસંગત છે : રેહવિરહાત્ તથવિધપ્રતિભાનાડડ ધ્યાનયોર્ - અચેલપરીષહની ચર્ચા કરતાં આચાર્ય કહે છે કે ચીવર ધર્મસાધનામાં એકાન્તરૂપે બાધક નથી. ધર્મનું વાસ્તવિક બાધક-કારણ તો કષાય છે. આથી સકષાય ચીવર જ ધર્મસાધનામાં બાધક છે. જે રીતે ધર્મસિદ્ધિ માટે શરીર ધારણ કરવામાં આવે છે અને તેનું ભિક્ષા વગેરેથી પોષણ કરવામાં આવે છે તે જ રીતે પાત્ર અને ચીવર પણ ધર્મસિદ્ધિ માટે જ છે. જેમકે વાચક સિદ્ધસેન કહે છે :
मोक्षाय धर्मसिद्ध्यर्थं, शरीरं धार्यते यथा । शरीरधारणार्थं च, भैक्षग्रहणमिष्यते ॥१॥ तथैवोपग्रहार्थाय, पात्रं चीवरमिष्यते ।
जिनैरुपग्रहः साधोरिष्यते न परिग्रहः ॥ २ ॥ આગળ આ જ અધ્યયનની વૃત્તિમાં અશ્વસેન અને વાત્સ્યાયનનો પણ નામોલ્લેખ કરવામાં આવ્યો છે.'
ચતુરંગીય નામના તૃતીય અધ્યયનની વૃત્તિમાં આવશ્યકચૂર્ણિ, વાચક (સિદ્ધસેન) અને શિવશર્મનો નામોલ્લેખ છે. શિવશર્મની “નો પડિપણ િિતમજુમા..” ગાથાની પ્રથમ પંક્તિ પણ ઉદ્ધત કરવામાં આવી છે.
ચતુર્થ અધ્યયનની વ્યાખ્યામાં જીવકરણનું સ્વરૂપ બતાવતાં વૃત્તિકાર કહે છે કે જીવભાવકરણ બે પ્રકારનું છે : શ્રુતકરણ અને નોહ્યુતકરણ. શ્રુતકરણ ફરી બે પ્રકારનું છે : બદ્ધ અને અબદ્ધ. બદ્ધના બે ભેદ છે : નિશીથ અને અનિશીથ. તે ફરી લૌકિક અને લોકોત્તર ભેદથી બે પ્રકારના છે. નિશીથાદિ સૂત્ર લોકોત્તર નિશીથવ્રુત અંતર્ગત છે, જયારે બૃહદારણ્યકાદિ લૌકિક નિશીથવ્રુતમાં સમાવિષ્ટ છે. આચારાદિ લોકોત્તર
૧. પૃ. ૬૭ (૨). ૪. પૃ. ૧૩૧ (૧).
૨. પૃ. ૮૦ (૨).
૩. પૃ. ૯૫ (૨). ૫. પૃ. ૧૭૨ (૧), ૧૮૫ (૨), ૧૯૦ (૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org