________________
અષ્ટમ પ્રકરણ
દ્રોણસૂરિકૃત ઓઘનિર્યુક્તિ-વૃત્તિ
દ્રોણસૂરિએ ઓધનિર્યુક્તિ પર ટીકા રચી છે; આની સિવાય તેમની કોઈ ટીકા નથી. તેમણે અભયદેવસૂરિષ્કૃત ટીકાઓનું સંશોધન કર્યું હતું. તેઓ પાટણસંઘના મુખ્ય પદાધિકારી હતા તથા વિક્રમની અગીયારમી-બારમી સદીમાં વિદ્યમાન હતા.
પ્રસ્તુત વૃત્તિ ઓઘનિર્યુક્તિ તથા તેના લઘુભાષ્ય પર છે. વૃત્તિની ભાષા સરળ તથા શૈલી સુગમ છે. મૂળ પદોના શબ્દાર્થની સાથે સાથે જ તે-તે વિષયનું પણ શંકાસમાધાન પૂર્વક સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. ક્યાંક-ક્યાંક પ્રાકૃત અને સંસ્કૃત ઉદ્ધરણો પણ આપવામાં આવ્યાં છે. પ્રારંભે આચાર્યે પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યા છે :
अर्हद्भ्यस्त्रिभुवनराजपूजितेभ्यः,
सिद्धेभ्यः सितघनकर्मबन्धनेभ्यः ।
आचार्य श्रुतधरसर्वसंयतेभ्यः,
सिद्ध्यर्थी सततमहं नमस्करोमि ||
તદનન્તર પ્રસ્તુત નિર્યુક્તિનો સંદર્ભ બતાવતાં વૃત્તિકારે લખ્યું છે કે આ આવશ્યકાનુયોગસંબંધી વ્યાખ્યાન છે. તેમાં સામાયિક નામક પ્રથમ અધ્યયનનું નિરૂપણ ચાલી રહ્યું છે. તેનાં ચાર અનુયોગદ્વાર છે ઃ ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. આમાંથી અનુગમના બે ભેદ છે ઃ નિર્યુક્ત્યનુગમ અને સૂત્રાનુગમ. નિર્યુક્ત્યનુગમ ત્રણ પ્રકારનો છે ઃ નિક્ષેપ, ઉપોદ્ઘાત અને સૂત્રસ્પર્શ. આમાંથી ઉપોદ્ઘાતનિર્યુક્ત્યનુગમના ઉદ્દેશ, નિર્દેશ વગેરે ૨૬ ભેદ છે. તેમાંથી કાલના નામ, સ્થાપના, દ્રવ્ય, અદ્ધા, યથાયુષ્ય, ઉપક્રમ, દેશ, કાલ, પ્રમાણ, વર્ણ, ભાવ વગેરે ભેદ છે. આમાંથી ઉપક્રમકાલ બે પ્રકારનો છે : સામાચારી અને યથાયુષ્ય. સામાચારીઉપક્રમકાલ ત્રણ પ્રકારનો છે : ઓઘ, દશધા અને પવિભાગ. આમાં જે ઓઘસામાચારી છે તે જ ઓનિર્યુક્તિ છે. પ્રસ્તુત ગ્રંથમાં આનું જ વ્યાખ્યાન છે. દ્રોણાચાર્યે પોતાની ટીકાના પ્રારંભમાં આ સંદર્ભ નિમ્ન શબ્દોમાં વ્યક્ત કર્યો છે :
Jain Education International
૧. આગમોદય સમિતિ, મુંબઈ, સન્ ૧૯૧૯.
૨. પૃ. ૧.
For Private & Personal Use Only
www.jainelibrary.org