________________
હરિભદ્રકૃત વૃત્તિઓ
પ્રસંગે એક કથાનક આપવામાં આવ્યું છે અને વિસ્તૃત વર્ણન માટે વસુદેવિિડનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે.
અર્હત્ પ્રત્યક્ષરૂપે સામાયિકના અર્થનો અનુભવ કરીને જ સામાયિકનું કથન કરે છે જે સાંભળીને ગણધર વગેરે શ્રોતાઓના હૃદયગત અશેષ સંશયનું નિવારણ થઈ જાય છે અને તેમને અર્હત્ની સર્વજ્ઞતામાં પૂર્ણ વિશ્વાસ થઈ જાય છે.
સામાયિકાર્થનું પ્રતિપાદન કરનાર ચરમ તીર્થંકર ભગવાન મહાવીરના શાસનમાં ઉત્પન્ન ચાર અનુયોગોનું વિભાજન કરનાર આર્યરક્ષિતની પ્રસૂતિ સાથે સમ્બદ્ધ ‘માયા ય રુસોમાં....' વગેરે ગાથાઓનું વ્યાખ્યાન કરતાં વૃત્તિકારે એતદ્વિષયક કથાનકનું બહુ વિસ્તાર સાથે વર્ણન કર્યું છે. આ કથાનક પ્રસ્તુત સંસ્કરણનાં પચીસ પૃષ્ઠોમાં સમાપ્ત થયું છે.
ચતુર્વિંશતિસ્તવ અને વંદના નામના દ્વિતીય અને તૃતીય આવશ્યકનું નિર્યુક્તિ અનુસાર વ્યાખ્યાન કર્યા પછી પ્રતિક્રમણ નામના ચતુર્થ આવશ્યકની વ્યાખ્યા કરતાં આચાર્યે ધ્યાન પર વિશેષ પ્રકાશ પાડ્યો છે. ‘પ્રતિમામિ વતુમિનેિ: करणभूतैरश्रद्धेयादिना प्रकारेण योऽतिचारः कृतः, तद्यथा आर्तध्यानेन, तत्र ध्यातिर्ध्यानमिति भावसाधनः.....' अयं ध्यानसमासार्थः । व्यासार्थस्तु ध्यानशतकादवसेयः तच्चेदम्'૪ એવું કહીને ધ્યાનશતકની સમસ્ત ગાથાઓનું વ્યાખ્યાન કર્યું છે. આ જ રીતે પરિસ્થાપનાની વિધિનું વર્ણન કરતાં આખી પરિસ્થાપનાનિર્યુક્તિ ઉષ્કૃત કરી છે. સાત પ્રકારના ભયસ્થાનસંબંધી અતિચારોની આલોચનાનું વ્યાખ્યાન કરતાં સંગ્રહણીકા૨કૃત એક ગાથા ઉદ્ધૃત કરી છે.* આગળની વૃત્તિમાં સંગ્રહણીકા૨ની પણ અનેક ગાથાઓ ઉદ્ધૃત કરવામાં આવી છે. આ જ આવશ્યક અંતર્ગત અસ્વાધ્યાયસંબંધી નિર્યુક્તિની વ્યાખ્યામાં સિદ્ધસેન ક્ષમાશ્રમણની બે ગાથાઓ ઉદ્ધૃત કરવામાં આવી
છે.
.
૧. પૃ. ૧૪૫ (૨)
૪. ઉત્તરાર્ધ (પૂર્વભાગ), પૃ. ૫૮૧. ૬. પૃ. ૬૪૫.
પંચમ આવશ્યક કાયોત્સર્ગના અંતે શિષ્યહિતાયાં ાયોત્સર્ગાધ્યયન સમાતમ્ એવો પાઠ છે. આગળ પણ એવો જ પાઠ છે. તેનાથી જણાય છે કે પ્રસ્તુત વૃત્તિનું નામ શિષ્યહિતા છે. આ અધ્યયનનાં વિવરણથી પ્રાપ્ત પુણ્યનું ફળ શું હોય ? આનો ઉલ્લેખ કરતાં વૃત્તિકાર કહે છે :
कायोत्सर्गविवरणं कृत्वा यदवाप्तमिह मया पुण्यम् । तेन खलु सर्वसत्त्वा पञ्चविधं कायमुज्झन्तु ॥ १ ॥
Jain Education International
-
૨. પૃ. ૨૮૦ (૨).
૩૪૭
૩. પૃ. ૨૯૬ (૧)-૩૦૮ (૧). ૫. પૃ. ૬૧૮ (૧)-૬૪૪ (૧).
૭. પૃ. ૭૪૯ (૨)-૭૫૦ (૧).
For Private & Personal Use Only
www.jainelibrary.org