________________
૩૪૪
કરતાં આચાર્યે બંધનપરિણામનાં નિમ્નાંકિત લક્ષણોનું સમર્થન કર્યું છે. समणिद्धयाए बंधो ण होति समलुक्खयाए वि ण होति । बेमाइयणिद्धलुक्खत्तणेण बंधो उ खंधाणं ॥
तथा च
द्धिस्स णिद्धेण दुयाहिएणं लुक्खस्स लुक्खेण दुयाहिएणं । द्धिस्स लुक्खेण उवेति बंधो जहण्णवज्जो विसमो समो वा ॥ આગળનાં પદોની વ્યાખ્યામાં કષાય, ઈન્દ્રિય, પ્રયોગ, લેશ્યા, કાસ્થિતિ, અન્તક્રિયા, અવગાહના – સંસ્થાનાદિ ક્રિયા (કાયિકી, આધિકરણિકી, પ્રાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી), કર્મપ્રકૃતિ, કર્મબંધ, આહારપરિણામ, ઉપયોગ, પશ્યત્તા, સંજ્ઞા, સંયમ, અવધિ, પ્રવીચાર, વેદના અને સમુદ્ધાતનું વિશેષ વિવેચન કરવામાં આવ્યું છે. ત્રીસમા પદની વ્યાખ્યામાં આચાર્યે ઉપયોગ અને પશ્યત્તાની ભેદરેખા ખેંચતા લખ્યું છે કે પશ્યત્તામાં ઐકાલિક અવબોધ હોય છે જ્યારે ઉપયોગમાં વર્તમાન અને ત્રિકાલ બંનેનો અવબોધ સમાવિષ્ટ છે : અતો યંત્ર त्रैकालिकोऽवबोधोऽस्ति तत्र पासण्या भवति, यत्र पुनर्वर्तमानकालस्त्रैकालिकश्च बोधः સ ૩પયોગ કૃત્યયં વિશેષઃ ।૨ આ જ કારણ છે કે સાકાર ઉપયોગ આઠ પ્રકારનો છે જ્યારે સાકાર પશ્યત્તા છ પ્રકારની છે. સાકાર પશ્યત્તામાં સામ્પ્રતકાલવિષયક મતિજ્ઞાન અને મત્યજ્ઞાનરૂપ સાકાર ઉપયોગના બે ભેદોનો સમાવેશ કરવામાં નથી આવતો.
—
આગમિક વ્યાખ્યાઓ
આવશ્યકવૃત્તિ ઃ
પ્રસ્તુત વૃત્તિ આવશ્યક નિર્યુક્તિ ૫૨ છે. ક્યાંક ક્યાંક ભાષ્યની ગાથાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વૃત્તિકાર આચાર્ય હરિભદ્રે આ વૃત્તિમાં આવશ્યકચૂર્ણિનું પદાનુસરણ ન કરતાં સ્વતંત્ર રીતે નિર્યુક્તિ-ગાથાઓનું વિવેચન કર્યું છે. પ્રારંભમાં મંગલરૂપે શ્લોક છે :
.
प्रणिपत्य जिनवरेन्द्रं वीरं श्रुतदेवतां गुरून् साधून् । आवश्यकस्य विवृर्ति, गुरूपदेशादहं वक्ष्ये ॥ १ ॥
ત્યાર પછી પ્રસ્તુત વૃત્તિનું પ્રયોજન દૃષ્ટિમાં રાખતાં વૃત્તિકાર કહે છે : यद्यपि मया तथान्यै कृताऽस्य विवृतिस्तथापि संक्षेपात् । तदुचिसत्त्वानुग्रहहेतोः क्रियते प्रयासोऽयम् ॥ २ ॥
૨. પૃ. ૧૪૯.
૧. પૃ. ૯૮. ૩. આગમોદય સમિતિ, મહેસાણા, સન્. ૧૯૧૬-૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org