________________
૩૧૦
આગમિક વ્યાખ્યાઓ સમારંભ અને આરંભના ભેદ-પ્રભેદ, હાસ્ય અને તેની ઉત્પત્તિનાં વિવિધ કારણો. પંચમ ઉદેશ : - આ ઉદેશના પ્રારંભમાં આચાર્ય ભદ્રબાહુસ્વામિકૃત એક નિર્યુક્તિ ગાથા આપવામાં આવી છે જેમાં ચતુર્થ અને પંચમ ઉદેશના સમ્બન્ધનો નિર્દેશ છે. ચૂર્ણિકારે '...સન સદ સંવંધે વજુવાનો માવાર્થ મદ્રવદુવાની નિNિIથામદિર એવું કહીને તેમની ગાથા ઉદ્ધત કરી છે. આ ઉદેશની ચૂર્ણિમાં નિમ્ન વિષયોનું વિશેષ વિવેચન કરવામાં આવ્યું છે : પ્રાભૃતિક શમ્યા ને તેના છાદન વગેરે ભેદ, સપરિકર્મ શધ્યા અને તેના ચૌદ ભેદ, સંભોગનું વિવિધ દૃષ્ટિએ વર્ણન. સંભોગનો અર્થ આ પ્રમાણે છે : “” પીપાવે “મુઝ' પાનામ્યવહારો, પત્ર મોનનું સંમોળ, આહવા समं भोगो संभोगो यथोक्तविधानेनेत्यर्थः । संभुंजते वा संभोगः, संभुज्जते वा, स्वस्थ વા મો : સંમો સંભોગનો મુખ્ય અર્થ છે યથોક્ત વિધિથી એકત્ર આહારોપભોગ. જે સાધુઓમાં પરસ્પર ખાન-પાન વગેરેનો વ્યવહાર હોય છે તેઓ સાંભોગિક કહેવાય છે. સાંભોગિક સાધુઓનું સ્વરૂપ સમજાવતાં ચૂર્ણિકારે કેટલાંક આખ્યાન આપ્યાં છે. આમાંથી એક આખ્યાનમાં નિમ્નલિખિત ઐતિહાસિક પુરુષોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે : વર્ધમાન-સ્વામીના શિષ્ય સુધર્મા, સુધર્માના શિષ્ય જબૂ, જંબૂના શિષ્ય પ્રભવ, પ્રભવના શિષ્ય શäભવ, શય્યભવના શિષ્ય યશોભદ્ર, યશોભદ્રના શિષ્ય સંભૂત, સંભૂતના શિષ્ય સ્થૂલભદ્ર, સ્થૂલભદ્રના બે યુગપ્રધાન શિષ્ય – આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તી, ચન્દ્રગુપ્તનો પુત્ર બિંદુસાર, બિંદુસારનો પુત્ર અશોક, અશોકનો પુત્ર કુણાલ. ષષ્ઠ ઉદેશ :
શરૂના પાંચ ઉદેશોમાં ગુરુલઘુમાસનું વર્ણન કરવામાં આવ્યું. પ્રસ્તુત ઉદેશમાં ચાતુર્માસિક ગુરુનું વર્ણન છે. આનો એકમાત્ર વિષય છે મૈથુનસંબંધી દોષો અને પ્રાયશ્ચિત્તોનું વર્ણન. “ fમ+q મેળવવા, વિUપતિ-'(સૂ૦૧)નું વ્યાખ્યાન કરતાં ચૂર્ણિકાર લખે છે : “મતિ સમાણો ગામો માતુનો, મરવિસામાસાણ • वा इत्थी माउग्गामो भण्णति । मिहुणभावो मेहुणं, मिथुनकर्म वा मेहुनं
अब्रह्ममित्यर्थः । मिथुनभावप्रतिपत्तिः । अथवा पडिया मैथुनसेवनप्रतिज्ञेत्यर्थः विज्ञापना प्रार्थना अथवा तद्भावसेवनं विज्ञापना, इह तु प्रार्थना परिगृह्यते ।
૧. પૃ. ૩૦૭ (ગા. ૧૮૯૫). ૪. પૃ. ૩૦-૩૬૧.
૨. એજન.
૩. પૃ. ૩૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org