________________
૩૨૬
સોમવિમલસૂરિ, ક્ષમારત્ન, જયદયાલ.
આ આચાર્યોમાં અનેક એવા છે જેમના વ્યક્તિત્વનો ઠીક-ઠીક નિશ્ચય નથી થઈ શક્યો. સંભવતઃ એક જ આચાર્યનાં એકથી વધારે નામ હોય અથવા એક જ નામના એકથી વધારે આચાર્ય હોય. આના માટે વિશેષ શોધખોળની આવશ્યકતા છે. ટીકાઓ માટે આચાર્યોએ વિભિન્ન નામોનો પ્રયોગ કર્યો છે. તે નામ છે : ટીકા, વૃત્તિ, વિવૃત્તિ, વિવરણ, વિવેચન, વ્યાખ્યા, વાર્તિક, દીપિકા, અવચૂર, અવચૂર્ણિ, પંજિકા, ટિપ્પન, ટિપ્પનક, પર્યાય, સ્તબક, પીઠિકા, અક્ષરાર્થ વગેરે.
આગમિક વ્યાખ્યાઓ
ઉપર્યુક્ત આચાર્યોમાંથી જેમના વિષયમાં થોડી ઘણી પ્રામાણિક સામગ્રી ઉપલબ્ધ છે તેમનો વિશેષ પરિચય આપીને તેમની રચનાઓ પર થોડો પ્રકાશ પાડવામાં આવશે. આ રચનાઓમાં પ્રકાશિત ટીકાઓની જ મુખ્યતા હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org