SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ સોમવિમલસૂરિ, ક્ષમારત્ન, જયદયાલ. આ આચાર્યોમાં અનેક એવા છે જેમના વ્યક્તિત્વનો ઠીક-ઠીક નિશ્ચય નથી થઈ શક્યો. સંભવતઃ એક જ આચાર્યનાં એકથી વધારે નામ હોય અથવા એક જ નામના એકથી વધારે આચાર્ય હોય. આના માટે વિશેષ શોધખોળની આવશ્યકતા છે. ટીકાઓ માટે આચાર્યોએ વિભિન્ન નામોનો પ્રયોગ કર્યો છે. તે નામ છે : ટીકા, વૃત્તિ, વિવૃત્તિ, વિવરણ, વિવેચન, વ્યાખ્યા, વાર્તિક, દીપિકા, અવચૂર, અવચૂર્ણિ, પંજિકા, ટિપ્પન, ટિપ્પનક, પર્યાય, સ્તબક, પીઠિકા, અક્ષરાર્થ વગેરે. આગમિક વ્યાખ્યાઓ ઉપર્યુક્ત આચાર્યોમાંથી જેમના વિષયમાં થોડી ઘણી પ્રામાણિક સામગ્રી ઉપલબ્ધ છે તેમનો વિશેષ પરિચય આપીને તેમની રચનાઓ પર થોડો પ્રકાશ પાડવામાં આવશે. આ રચનાઓમાં પ્રકાશિત ટીકાઓની જ મુખ્યતા હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy