________________
દ્વિતીય પ્રકરણ
જિનભદ્રકૃત વિશેષાવશ્યકભાષ્ય-સ્વોપજ્ઞવૃત્તિ
વિશેષાવશ્યકભાષ્યકાર આચાર્ય જિનભદ્ર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રાચીનતમ પ્રસ્તુત ટીકા' કોટ્યાર્ય વાદિગણિએ પૂર્ણ કરી છે. આચાર્ય જિનભદ્રે પોતાના પ્રિયતમ પ્રાકૃત ગ્રન્થ વિશેષાવશ્યકભાષ્યનું સ્વકૃત સંસ્કૃતરૂપ જીવિત રાખવા તથા તેને પાઠકો સમક્ષ ગદ્યમાં પ્રસ્તુત કરવાની પવિત્ર ભાવનાથી જ પ્રસ્તુત પ્રયાસ શરૂ કર્યો હતો. દુર્ભાગ્યે તેઓ પોતાની આ ઈચ્છા પોતાના જીવનકાળમાં પૂર્ણ ન કરી શક્યા. પરિણામે તેઓ ષષ્ઠ ગણધરવક્તવ્ય સુધીની ટીકા રચીને જ દિવંગત થઈ ગયા. ટીકાનો અવશિષ્ટ ભાગ કોટ્યાર્યે પૂર્ણ કર્યો.
જિનભદ્રે પ્રસ્તુત ટીકા માટે અલગ મંગલ-ગાથા વગેરે ન લખતાં સીધું ભાષ્યગાથાનું વ્યાખ્યાન શરૂ કર્યું છે. વ્યાખ્યાની શૈલી બહુ જ સરળ, સ્પષ્ટ તથા પ્રસાદગુણસંપન્ન છે. વિષયનો વિશેષ વિસ્તાર ન કરતાં સંક્ષેપમાં જ વિષયપ્રતિપાદનનો સફળ પ્રયાસ કર્યો છે.
વ્યાખ્યાનશૈલીના કેટલાક નમૂના નીચે આપવામાં આવે છે જેનાથી ઉપર્યુક્ત કથનની યથાર્થતાની પુષ્ટિ થઈ શકશે. ભાષ્યની પ્રથમ ગાથા છે :
कयपवयणप्पणामो, वुच्छं चरणगुणसंगहं सयलं । आवस्सयाणुओगं, गुरूवएसाणुसारेण ॥
આની વ્યાખ્યા કરતાં આચાર્ય લખે છે : ‘પ્રોયને નેન નીવાોસ્મિન્નિતિ વા प्रवचनम्, अथवा प्रगतं प्रधानं (प्र) शस्तमादौ वा वचनं द्वादशाङ्गम्, अथवा प्रवक्त प्रवचनम्, तदुपयोगानन्यत्वाद्वा सङ्घः प्रवचनम् । प्रणमंनं प्रणाम, पूजेत्यर्थः । कृतः प्रवचनप्रणामोऽनेन कृतप्रवचनप्रणामः । 'वुच्छं' वक्ष्ये । चर्यते तदिति चरणं - चारित्रं, गुणाः- मूलोत्तरगुणाः चरणगुणाः, अथवा चरणं - चारित्रं गुणग्रहणात् सम्यग्दर्शनज्ञाने, तेषां
૧. આની હસ્તલિખિત પ્રત મુનિશ્રી પુણ્યવિજયજીના પ્રસાદથી પ્રાપ્ત થઈ છે. આનો પ્રથમ ભાગ પં. દલસુખ માલવણિયા દ્વારા સંપાદિત થઈ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદથી સન્ ૧૯૬૬માં પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org