________________
તૃતીય પ્રકરણ
હરિભદ્રકૃત વૃત્તિઓ હરિભદ્રસૂરિ જૈન આગમોના પ્રાચીન ટીકાકાર છે. તેમણે આવશ્યક, દશવૈકાલિક, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નન્દી, અનુયોગદ્વાર અને પિંડનિર્યુક્તિ પર ટીકાઓ રચી છે. પિડનિર્યુક્તિની અપૂર્ણ ટીકા વીરાચાર્યે પૂરી કરી છે.
જૈન પરંપરા અનુસાર વિક્રમ સંવત્ ૫૮૬ અથવા વીર સંવત્ ૧૦૫૫ અથવા ઈ.સ.પરમાં હરિભદ્રસૂરિનું દેહાવસાન થયું હતું. આ માન્યતાને મિથ્યા સિદ્ધ કરતાં હર્મન જેકોબી લખે છે કે ઈ.સ.૬પ૦માં થનાર ધર્મકીર્તિના તાત્વિક વિચારોથી હરિભદ્ર પરિચિત હતા આથી એ સંભવ નથી કે હરિભદ્ર ઈ.સ.પ૨૯ પછી ન રહ્યા હોય. હરિભદ્રના સમય-નિર્ણયનું એક પ્રબળ પ્રમાણ ઉદ્યોતનસૂરિનો કુવલયમાલા નામનો પ્રાકૃત ગ્રન્થ છે. આ ગ્રંથ શક સંવત ૭૦૦ની અંતિમ તિથિ અર્થાત્ ઈ.સ. ૭૭૯ના માર્ચની ૨૧મી તારીખે પૂર્ણ થયો હતો. આ ગ્રન્થની પ્રશસ્તિમાં ઉદ્યોતને હરિભદ્રનો પોતાના દર્શનશાસ્ત્રના ગુરુ રૂપે ઉલ્લેખ કર્યો છે તથા તેમનું અનેક ગ્રન્થોના રચયિતા રૂપે વર્ણન કર્યું છે. આ પ્રમાણના આધારે મુનિ શ્રી જિનવિજયજી એવા નિષ્કર્ષ પર પહોંચે છે કે મહાન તત્ત્વજ્ઞ આચાર્ય હરિભદ્ર અને “કુવલયમાલા” કથાના કર્તા ઉદ્યોતનસૂરિ અપરનામું દાક્ષિણ્યચિહ્ન બંને (કેટલાક સમય સુધી તો ચોક્કસ જ) સમકાલીન હતા. આટલો વિશાળ ગ્રંથરાશિ લખનાર મહાપુરુષનું આયુષ્ય ઓછામાં ઓછું ૬૦-૭૦ વર્ષનું તો અવશ્ય હશે. આથી લગભગ ઈસુની આઠમી શતાબ્દીના પ્રથમ દશકમાં હરિભદ્રનો જન્મ અને આઠમા દશકમાં મૃત્યુ માની લેવામાં આવે તો કોઈ અસંગતિ જણાતી નથી. આથી અમે ઈ.સ.૭૦૦થી ૭૭૦ અર્થાત્ વિ.સં.૭૫૭થી ૮૨૭ સુધી હરિભદ્રસૂરિનો સત્તાસમય નિશ્ચિત કરીએ છીએ.
હરિભદ્રનો જન્મ વીરભૂમિ મેવાડના ચિત્રકૂટ (ચિત્તોડ) નગરમાં થયો હતો. આજથી લગભગ સાડા બારસો વર્ષ પૂર્વે આ નગરમાં જિતારિ નામનો રાજા રાજ્ય કરતો હતો. હરિભદ્ર આ જ રાજાના રાજ-પુરોહિત હતા. પુરોહિત પદ પર
૧. જૈન સાહિત્ય સંશોધક, પં. ૩, અં. ૩, પૃ. ૨૮૩. ૨. એજન, ખં. ૧, પૃ. ૫૮ અને આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org