________________
૩૩૦
આગમિક વ્યાખ્યાઓ
'सु प्रशंसायां निपातः, खानीन्द्रियाणि, शोभनानि खानि यस्य स सुखः शुद्धेन्द्रिय इत्यर्थः । शुद्धानि प्रशस्तानि वश्यानीन्द्रियाणि यस्य एतद्विपरीतः असुख: अजितेन्द्रिय ત્યર્થ:૧
પ્રસ્તુત વિવરણની સમાપ્તિ કરતાં વૃત્તિકાર કહે છે :
चेति परमपूज्यजिनभद्रगणिक्षमाश्रमणकृतविशेषावश्यकप्रथमाध्ययनसामायिकभाष्यस्य विवरणमिदं समाप्तम् ।
તે પછી પ્રસ્તુત પ્રતના લેખકે પોતાની તરફથી નીચેનું વાક્ય ઉમેર્યું છે
'सूत्रकारपरमपूज्य श्रीजिनभद्रगणिक्षमा श्रमणप्रारब्धा समर्थिता श्रीकोट्याचार्यवादिगणिमहत्तरेण श्रीविशेषावश्यकलघुवृत्तिः । '
ત્યાર પછી સમય તથા સ્થાનનો ઉલ્લેખ કર્યો છે :
'संवत् १४९१ वर्षे द्वितीयज्येष्ठवदि ४ भूमे श्रीस्तम्भतीर्थे लिखितमस्ति ।'
ઉપર્યુક્ત પ્રથમ વાક્યથી સ્પષ્ટ છે કે પ્રત-લેખકે વૃત્તિકા૨ જિનભદ્રનું નામ તો જેમનું તેમ રાખ્યું પરંતુ કોટ્યાર્યનું નામ બદલીને કોટ્યાચાર્ય કરી નાખ્યું. એટલું જ નહિ, તેમના નામની સાથે મહત્તરની પદવી પણ જોડી દીધી. પરિણામે કોટ્યાર્યવાદિગણિ કોટ્યાચાર્યવાદિગણિમહત્તર થઈ ગયા. આની જ સાથે લેખકે વિશેષાવશ્યકભાષ્યવિવરણનું નામ પણ પોતાની તરફથી વિશેષાવશ્યકલઘુવૃત્તિ રાખી દીધું છે.
૧. પૃ. ૯૪૨ (હસ્તલિખિત). ૨. પૃ. ૯૮૭ (હસ્તલિખિત).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org