________________
३४०
આગમિક વ્યાખ્યાઓ વિવિધ પ્રકારના શ્રોતાઓની દષ્ટિએ કથનનાં પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ વગેરે વિભિન્ન અવયવોની ઉપયોગિતાનો સોદાહરણ વિચાર કરતાં આચાર્યે તવિષયક દોષોની શુદ્ધિનું પણ પ્રતિપાદન કર્યું છે. નિર્યુક્તિસમ્મત વિહંગમના વિવિધ નિક્ષેપોનું વિસ્તૃત વ્યાખ્યાન કરીને દ્રુમપુષ્યિકા નામનાં પ્રથમ અધ્યયનનું વિવરણ સમાપ્ત કર્યું છે.
દ્વિતીય અધ્યયનની વૃત્તિમાં શ્રમણ, પૂર્વ, કામ, પદ વગેરે શબ્દોનું વિવેચન કરતાં ત્રણ પ્રકારના યોગ, ત્રણ પ્રકારના કરણ, ચાર પ્રકારની સંજ્ઞા, પાંચ પ્રકારની ઈન્દ્રિય, પાંચ પ્રકારની સ્થાવરકાય, દસ પ્રકારના શ્રમણધર્મ અને અઢાર શીલાંગસહસ્રનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ભોગનિવૃત્તિનું સ્વરૂપ સમજાવવા માટે રથનેમિ અને રાજુમતીનું કથાનક ઉદ્ધત કર્યું છે.
તૃતીય અધ્યયનની વૃત્તિમાં મહતુ, ક્ષુલ્લક વગેરે પદોનું વ્યાખ્યાન કરતાં દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારનું સોદાહરણ વિવેચન કર્યું છે. આ જ રીતે અર્થાદિ ચાર પ્રકારની કથાઓનું ઉદાહરણપૂર્વક સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. શ્રમણ સંબંધી અનાચીર્ણનું સ્વરૂપ બતાવતાં વૃત્તિકારે તૃતીય અધ્યયનની વ્યાખ્યા સમાપ્ત કરી છે.
ચતુર્થ અધ્યયનની વ્યાખ્યામાં નિમ્ન વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે : જીવનું સ્વરૂપ તથા તેની સ્વતંત્ર સત્તા, ચારિત્રધર્મનાં પાંચ મહાવ્રત અને છઠ્ઠ રાત્રિભોજનવિરમણ વ્રત, શ્રમણધર્મની દુર્લભતા. જીવનાં સ્વરૂપનો વિચાર કરતી વખતે વૃત્તિકારે અનેક ભાષ્યગાથાઓ ઉદ્ધત કરી છે અને સાથે સાથે જ પોતાના દાર્શનિક દષ્ટિકોણનો પૂરો ઉપયોગ કર્યો છે.
પાંચમા અધ્યયનની વૃત્તિમાં આહારવિષયક મૂલ ગાથાઓનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. “વહુદ્દેિયં પુર્ત....'ની વ્યાખ્યા આ મુજબ છે : જિગ્ન ‘વદુ’િ રૂતિ सूत्रं बह्वस्थि 'पुद्गलं' मांसं 'अनिमिषं' वा मत्स्यं वा बहुकण्टकम्, अयं किल कालाद्यपेक्षया ग्रहणे प्रतिषेधः, अन्ये त्वभिदधति - वनस्पत्यधिकारात्तथाविधफलाभिधाने एते इति, तथा चाह-'अत्थिक' अस्थिकवृक्षफलम्, 'तेंदुकं' तेंदुरुकोफलम्, "बिल्वं' इक्षुखण्डमिति च प्रतीते, 'शाल्मलि वा' वल्लदिफलिं वा, वाशब्दस्य व्यवहितः सम्बन्ध રૂતિ સૂત્રાર્થઃ |
છઠ્ઠા અધ્યયનની વૃત્તિમાં એ અઢાર સ્થાનોનું વિવરણ કરવામાં આવ્યું છે જેમનું સમ્યક જ્ઞાન હોવાથી સાધુ પોતાના આચારમાં નિર્દોષ તથા દઢ રહી શકે છે. આ અઢાર સ્થાન વતષર્ક, કાયષક્ક, અકલ્પ, ગૃહિભાજન, પર્યઠ્ઠ, નિષદ્યા, સ્થાન અને શોભાવર્ષનરૂપ છે. ૧. પૃ. ૧૭૬ ().
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org