________________
હરિભદ્રકૃત વૃત્તિઓ
૩૩૫
આચાર્ય હરિભદ્રે પોતાના પ્રત્યેક ગ્રંથના અંતે પ્રાયઃ ‘વિરહ’ શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રભાવકરતમાં આ તથ્ય પર પ્રકાશ પાડતાં કહેવામાં આવ્યું છે : अतिशयहृदयाभिरामशिष्यद्वयविरहोर्मिभरेण तप्तदेहः ।
निजकृतिमिह संव्यधात् समस्तां विरहपदेन युतां सतां स मुख्यः ॥
શ્રીહરિભદ્રપ્રબન્ધ, કા૦ ૨૦૬
પોતાના અતિ પ્રિય બે શિષ્યોના વિરહથી દુઃખિત હૃદય થઈને આચાર્યે પોતાના પ્રત્યેક ગ્રંથને ‘વિરહ' શબ્દથી અંકિત કર્યો છે.
આચાર્ય હરિભદ્રકૃત પ્રકાશિત ટીકાઓનો પરિચય આગળ આપવામાં આવે છે. નન્તીવૃત્તિ ઃ
આ વૃત્તિ નન્દીચૂર્ણિનું જ રૂપાંતર છે. આમાં ઘણું કરી તે જ વિષયોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે જે નન્દીચૂર્ણિમાં છે. વ્યાખ્યાન-શૈલી પણ તે જ છે જે ચૂર્ણિકા૨ની છે. પ્રારંભમાં મંગલાચરણ કર્યા પછી નન્દીના શબ્દાર્થ, નિક્ષેપ વગેરેનો વિચાર કરવામાં આવ્યો છે. તદનન્તર જિન, વીર અને સંઘની સ્તુતિની મહત્તા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે તથા તીર્થંકરાવલિકા, ગણધરાવલિકા અને સ્થવિરાવલિકાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. નન્દી-જ્ઞાનના અધ્યયનની યોગ્યતા-અયોગ્યતાનો વિચાર કરતાં વૃત્તિકારે લખ્યું છે કે અયોગ્યદાનથી વસ્તુતઃ અકલ્યાણ જ થાય છે અને નિર્દેશ કર્યો છે કે આની વિસ્તૃત વ્યાખ્યા આવશ્યકાનુયોગમાં હું કરીશ. અહીં સ્થાનપૂર્તિ માટે ભાષ્યની ગાથાઓથી જ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે : તોડ્યો યવાને दातृकृतमेव वस्तुतस्तस्य तदकल्याणमिति, अलं प्रसंगेन, प्रकृतं प्रस्तुमः, तत्राधिकृतगाथां प्रपञ्चतः आवश्यकानुयोगे व्याख्यास्यामः, इह स्थानाशून्यार्थ भाष्यगाथाभिर्व्याख्यायत રૂતિ । આની પછી ત્રણ પ્રકારની પર્ષદનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. તદનન્તર આચાર્યે જ્ઞાનના ભેદ-પ્રભેદ, સ્વરૂપ, વિષય વગેરેનું વિસ્તૃત વિવેચન કર્યું છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનના ક્રમિકાદિ ઉપયોગનું પ્રતિપાદન કરતાં યૌગપદ્યના સમર્થક સિદ્ધસેન વગેરેનું, ક્રમિકત્વના સમર્થક જિનભદ્રગણિ વગેરેનું તથા અભેદના
૧. ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા, રતલામ, સન્ ૧૯૨૮; પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી, વારાણસી, સન્ ૧૯૬૬.
૨. ચૂર્ણિ અને વૃત્તિના મૂળ સૂત્ર-પાઠમાં ક્યાંક-ક્યાંક થોડું અંતર છે ઃ પદ્મમેલ્થ મૂતી, વીણ્ પુળ જોતિ અમ્રૂિત્તિ ત્તિ (વૃનિ), પઢનેલ્થ મૂર્ખ વીઓ પુળ રોડ્ અ‚િમૂદ્ર ત્તિ (વૃત્તિ) । જુઓ – ક્રમશઃ પૃ. ૬ અને ૧૩.
૩. પૃ. ૨૧.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org