________________
ટીકાઓ
પ્રથમ પ્રકરણ
ટીકાઓ અને ટીકાકાર ટીકાઓથી અમારો અભિપ્રાય સંસ્કૃત ટીકાઓ છે. નિર્યુક્તિઓ, ભાષ્યો અને ચૂર્ણિઓની રચના પછી જૈન આચાર્યોએ સંસ્કૃતમાં પણ અનેક ટીકાઓ રચી. આ ટીકાઓને કારણે જૈન સાહિત્યનાં ક્ષેત્રમાં ઘણો વિસ્તાર થયો. પ્રત્યેક આગમ-ગ્રંથ પર ઓછામાં ઓછી એક ટીકા તો રચવામાં આવી જ. ટીકાકારોએ પ્રાચીન ભાષ્ય વગેરેના વિષયોનું વિસ્તૃત વિવેચન કર્યું તથા નવા-નવા હેતુઓ દ્વારા તેમને પુષ્ટ કર્યું. ટીકાકારોમાં હરિભદ્રસૂરિ, શીલાંકસૂરિ, વાદિવેતાલ શાંતિસૂરિ, અભયદેવસૂરિ, મલયગિરિ, મલધારી હેમચન્દ્ર વગેરે મુખ્ય છે. આ આચાર્યો સિવાય બીજા પણ અનેક ટીકાકારોનાં નામ મળે છે જેમાંથી કેટલાકની ટીકાઓ ઉપલબ્ધ છે અને કેટલાકની અનુપલબ્ધ. કેટલીક એવી ટીકાઓની પ્રતો અથવા ઉલ્લેખો પણ મળે છે જેમના લેખકોનાં નામ નથી મળતાં. જિનરત્નકોશ વગેરેમાં નિમ્નલિખિત એવા આચાર્યોનાં નામ ઉલિખિત છે જેમણે આગમ-સાહિત્ય પર ટીકાઓ લખી છે :
જિનભદ્રગણિ, હરિભદ્રસૂરિ, કોટ્યાચાર્ય, કોસ્ચાર્ય (કોટ્ટાર્ક), જિનભટ, શીલાંકસૂરિ, ગંધહસ્તી, વાદિવેતાલ શાંતિસૂરિ, અભયદેવસૂરિ, દ્રોણસૂરિ, મલયગિરિ, માલધારી હેમચન્દ્ર, દેવેન્દ્રગણિ, નેમિચન્દ્રસૂરિ, શ્રીચન્દ્રસૂરિ, શ્રીતિલકસૂરિ, ક્ષેમકીર્તિ, ભુવનતુંગસૂરિ, ગુણરત્ન, વિજયવિમલ, વાનરર્ષિ, હીરવિજયસૂરિ, શાન્તિચન્દ્રગણિ, જિનહંસ, હર્ષકુલ, લક્ષ્મીકલ્લોલગણિ, દાનશેખરસૂરિ, વિનયહંસ, નમિસાધુ, જ્ઞાનસાગર, સોમસુન્દર, માણિક્યશેખર, શુભવર્ધનગણિ, ધીરસુન્દર, કુલપ્રભ, રાજવલ્લભ, હિતરુચિ, અજિતદેવસૂરિ, સાધુરંગ ઉપાધ્યાય, નગર્ષિગણિ, સુમતિકલ્લોલ, હર્ષનન્દન, મેઘરાજ વાચક, ભાવસાગર, પદ્મસુન્દરગણિ, કસ્તૂરચન્દ્ર, હર્ષવલ્લભ ઉપાધ્યાય, વિવેકહંસ ઉપાધ્યાય, જ્ઞાનવિમલસૂરિ, રામચન્દ્ર, રત્નપ્રભસૂરિ, સમરચન્દ્રસૂરિ, પદ્મસાગર, જીવવિજય, પુણ્યસાગર, વિનયરાજગણિ, વિજયસેનસૂરિ, હેમચન્દ્રગણિ, વિશાલસુન્દર, સૌભાગ્યસાગર, કીર્તિવલ્લભ, કમલસંયમ ઉપાધ્યાય, તપોરત્ન વાચક, ગુણશેખર, લક્ષ્મીવલ્લભ, ભાવવિજય, ધર્મમંદિર ઉપાધ્યાય, ઉદયસાગર, મુનિચન્દ્રસૂરિ, જ્ઞાનશીલગણિ, બ્રહ્મર્ષિ, અજિતચન્દ્રસૂરિ, રાજશીલ, ઉદયવિજય, સુમતિસૂરિ, સમયસુન્દર, શાન્તિદેવસૂરિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org