________________
નિશીથ-વિશેષચૂર્ણિ
૩૧૫ પણ આપવામાં આવી છે. વિદ્યાબળ વગેરેની સિદ્ધિનું વર્ણન કરતાં ચૂર્ણિકાર કહે છે : નહીં–ઋત્તિ ISને મો માસિનો ? છો ૩ મો ? #ો વા. નિકISો ? Mિ વા ને સરિતો ? મUતિ I એમ કહીને તેમણે સંક્ષેપમાં આર્ય કાલક, તેમની ભગિની રૂપવતી અને ઉજ્જયિનીના રાજા ગર્દભિલ્લનું આખું કથાનક આપ્યું છે. એકાદશ ઉદેશ :
દશમ ઉદેશનાં અંતિમ સૂત્રમાં વસ્ત્રગ્રહણ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એકાદશ ઉદેશના પ્રારંભમાં પાત્ર-ગ્રહણની ચર્ચા છે. આ ઉદેશનાં તૃતીય તથા ષષ્ઠ સૂત્રો ચૂર્ણિમાં નથી. આ જ રીતે અન્ય ઉદેશોમાં પણ કેટલાંક સૂત્રોની ન્યૂનાધિકતા છે. “ને બિહૂ ગપ્પા વીમાતિ,' “fમ+q પરં વીમતિ ......'(સ. ૬૪પ)ની વ્યાખ્યામાં ચૂર્ણિકારે ભયના ચાર તથા સાત ભેદોની ચર્ચા કરી છે. ભયના ચાર ભેદ આ છે : ૧. પિશાચાદિથી ઉત્પન્ન ભય, ૨. મનુષ્યાદિથી ઉત્પન્ન ભય, ૩. વનસ્પતિ વગેરેથી ઉત્પન્ન ભય અને ૪. નિહેતુક અર્થાત અકસ્માત ઉત્પન્ન થનાર ભય. ભયના સાત ભેદ આ મુજબ છે: ૧. ઈહલોકભય, ૨. પરલોકભય, ૩. આદાનભય, ૪. આજીવનાભય, ૫. અકસ્માભય, ૬. મરણભય અને ૭. અશ્લોકભય આ ભેદોનો જૈન સાહિત્યમાં સાધારણપણે ઉલ્લેખ મળે છે. ચૂર્ણિકારે એ પ્રશ્ન પર વિચાર કર્યો છે કે આ સાત ભેદોનો ચાર ભેદોમાં કેવી રીતે સમાવેશ થઈ શક? જે સાધુ પોતાને અથવા બીજાન અથવા બંનેને ડરાવે છે તેના માટે ભયનું કારણ હાજર હોવાની સ્થિતિમાં ચતુર્લઘુ તથા ગેરહાજર હોવાની સ્થિતિમાં ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્તનું વિધાન છે.
અયોગ્ય દીક્ષાનો નિષેધ કરનાર સૂત્ર “ને બિવહૂ ય વા.... મળ વાં વ્યાવે, પત્રાવૈતવા સાતિતિ' (સૂ. ૮૪)નું વિવેચન કરતાં આચાર્ય અડતાલીસ પ્રકારની વ્યક્તિઓને પ્રવ્રયા માટે અયોગ્ય માની છે. આમાં અઢાર પ્રકારના પુરુષ છે, વીસ પ્રકારની સ્ત્રીઓ છે અને દસ પ્રકારનાં નપુંસક છે. બાલદીક્ષાનો નિષેધ કરતાં બાલના ત્રણ ભેદ કર્યા છે : ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય: સાત-આઠ વર્ષનાં આયુનો બાળક ઉત્કૃષ્ટ બાલ છે. પાંચ-છ વર્ષનાં આયુનો બાળક મધ્યમ બાલ છે. ચાર વર્ષ સુધીનાં આયુનો બાળક જઘન્ય બાલ છે. આ જ રીતે વૃદ્ધ, જડ, રોગી, ઉન્મત્ત, મૂઢ વગેરે અયોગ્ય પુરુષોનું પણ ભેદોપભેદપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.
૧. તૃતીય ભાગ, પૃ. ૫૮-૯, ૨. પૃ. ૧૮૫-૬.
૩. પૃ. ૨૨૯-૨૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org