________________
૩૧૬
આગમિક વ્યાખ્યાઓ
પંડક વગેરે સોળ પ્રકારનાં નપુંસકો'નું વર્ણન પણ આચાર્યે વિસ્તારથી કર્યું છે. વ્યાધિત પુરુષનું સ્વરૂપ બતાવતાં સોળ પ્રકારના રોગ તથા આઠ પ્રકારની વ્યાધિના નામોનો ઉલ્લેખ કર્યો છે. વ્યાધિનો નાશ શીઘ્ર થઈ શકે છે જ્યારે રોગનો નાશ ધીરે ધીરે થાય છે : આશુદ્ધાતિત્વાર્ વ્યાધિ:, વિરયાતિત્વાન્ રોશ..... I'
બાલમ૨ણ, પંડિતમરણ વગેરેનાં વિસ્તૃત વિવેચન સાથે પ્રસ્તુત ઉદ્દેશની ચૂર્ણિ સમાપ્ત થાય છે.
દ્વાદશ ઉદ્દેશ :
આ ઉદ્દેશની ચૂર્ણિમાં ચતુર્લઘુ પ્રાયશ્ચિત્તને યોગ્ય દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ દોષોમાં મુખ્યત્વે ત્રસ પ્રાણિવિષયક બંધન અને મુક્તિ, પ્રત્યાખ્યાનભંગ, સલોમ ચર્મોપયોગ, તૃણાદિનિર્મિત પીઠકનું અધિષ્ઠાન, નિર્પ્રન્થી માટે નિર્પ્રન્થ દ્વારા સંઘાટી સીવડાવવાની વ્યવસ્થા, પુરઃકર્મકૃત હસ્તથી આહારાદિનું ગ્રહણ, શીતોદયુક્ત હસ્તાદિથી આહારાદિનું ગ્રહણ, ચક્ષુરિન્દ્રિયની તુષ્ટિ માટે નિર્ઝર વગેરેનું નિરીક્ષણ, પ્રથમ પ્રહરના સમયે આહારાદિનું ગ્રહણ, વ્રણ ૫૨ ગોમય— છાણનો લેપ વગેરેનો સમાવેશ થાય છે.
ત્રયોદશ ઉદેશ :
આ ઉદેશમાં પણ ચતુર્લઘુ પ્રાયશ્ચિત્તને યોગ્ય દોષોનો વિચાર કરવામાં આવ્યો છે. સ્નિગ્ધ પૃથ્વી, શિલા વગેરે પર કાયોત્સર્ગ કરવો, ગૃહસ્થ વગેરેને પરુષ વચન સંભળાવવું, તેમને મંત્ર વગેરે બતાવવો, લાભની વાત બતાવીને પ્રસન્ન કરવા, હાનિની વાત બતાવીને ખિન્ન કરવા, ધાતુ વગેરેનું સ્થાન બતાવવું, વમન કરવું, વિરેચન લેવું, આરોગ્ય માટે પ્રતિકર્મ કરવું, પાર્શ્વસ્થને વંદન કરવા, પાર્શ્વસ્થની પ્રશંસા કરવી, કુશીલને વંદન કરવા, કુશીલની પ્રશંસા કરવી, ધાત્રીપિંડનો ભોગ કરવો, દૂતીપિંડનો ભોગ કરવો, નિમિત્તિપિંડનો ભોગ કરવો, ચિકિત્સાપિંડનો ભોગ કરવો, ક્રોધાદિપિંડનો ભોગ કરવો વગેરે કાર્ય ચતુર્લધુ પ્રાયશ્ચિતને યોગ્ય છે. પ્રસ્તુત ઉદેશના અંતે નિમ્ન ગાથામાં ચૂર્ણિકા૨ના પિતાનું નામ આપવામાં આવ્યું
છે :
संकरजडमउडविभूसणस्स तण्णामसरिसणामस्स ।
तस्स सुतेणेस कता, विसेसचुण्णी णिसीहस्स ॥ ચતુર્દશ ઉદ્દેશ :
આ ઉદ્દેશમાં પણ ઉપર્યુક્ત પ્રાયશ્ચિત્તને યોગ્ય અન્ય વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. પાત્ર ખરીદવું, અતિરિક્ત પાત્રોનો સંગ્રહ કરવો, પાત્ર ઠીક રીતે ન ૧. પૃ. ૨૪૦. ૨. પૃ. ૨૫૮.
૩. એજન.
૪. પૃ. ૪૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org