________________
દ્વાદશ પ્રકરણ
દશાશ્રુતસ્કંધચૂર્ણિ આ ચૂર્ણિ મુખ્યત્વે પ્રાકૃતમાં છે. ક્યાંક-ક્યાંક સંસ્કૃત શબ્દો અથવા વાક્યોનો પ્રયોગ પણ જોવા મળે છે. ચૂર્ણિનો આધાર મૂલ સૂત્ર તથા નિર્યુક્તિ છે. પ્રારંભમાં ચૂર્ણિકારે પરંપરાગત મંગલની ઉપયોગિતાનો વિચાર કર્યો છે. તદનન્તર પ્રથમ નિર્યુક્તિ-ગાથાનું વ્યાખ્યાન કર્યું છે :
वंदामि भहबाहुं, पाईणं चरमसयलसुअनाणि ।
सुत्तस्स कारगमिसि, दसासु कप्पे अ ववहारे ।। १ ।। भद्दबाहु नामेणं, पाईणो गोत्तेणं, चरिमो अपच्छिमो, सगलाई चोद्दसपुव्वाइं । कि निमित्तं नमोकारो तस्स कज्जति ? उच्यते-जेण सुत्तस्स कारओ ण अत्थस्स, अत्थो તિત્યારે તો સૂતો ને પતિ-અત્યં માલતિ કરી...... ત્યાર પછી શ્રુતનું વર્ણન કરવામાં આવ્યું છે. તદનન્તર દશાશ્રુતસ્કન્ધનાં દસ અધ્યયનોના અધિકારો પર પ્રકાશ પાડતાં તેમનું ક્રમશઃ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. વ્યાખ્યાન-શૈલી સરળ છે. મૂલ સૂત્રપાઠ અને ચૂર્ણિસમ્મત પાઠમાં ક્યાંક-ક્યાંક થોડુંક અંતર દૃષ્ટિગોચર થાય છે. ઉદાહરણ રૂપે કેટલાક શબ્દો નીચે ઉદ્ધત કરવામાં આવે છે. આ શબ્દો આઠમા અધ્યયન કલ્પ અંતર્ગત છે :
૧. આ ચૂર્ણિની હસ્તલિખિત પ્રત મુનિશ્રી પુણ્યવિજયજીની કૃપાથી પ્રાપ્ત થઈ આથી તેમનો અતિ
આભારી છું. આનું આઠમું અધ્યયન કલ્પસૂત્ર નામથી અલગ પ્રકાશિત થયું છે જેમાં મૂલપાઠ, નિર્યુક્તિ, ચૂર્ણિ અને પૃથ્વીચન્દ્રાચાર્યવિરચિત ટિપ્પણક સમ્મિલિત છે : સંપાદક – મુનિ શ્રી પુણ્યવિજયજી, ગુજરાતી ભાષાંતર-પં. બેચરદાસ જીવરાજ દોશી, ચિત્રવિવરણ-સારાભાઈ મણિલાલ નવાબ, પ્રાપ્તિસ્થાન-સારાભાઈ મણિલાલ નવાબ, છીપા માવજીની પોળ, અમદાવાદ,
સન ૧૯૫૨. ૨. મુનિશ્રી પુણ્યવિજયજી દ્વારા સ્વીકૃત પાઠના આધારે આ શબ્દોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org