________________
નિશીથ-વિશેષચૂર્ણિ
૩૧૯ સ્થાપનકલ્પનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. “ને પિવરવૂ IIM.......(સૂ. ૧૩૪)નું વિવેચન કરતાં ચૂર્ણિકારે ગીત, હસન, વાદ્ય, નૃત્ય, અભિનય વગેરેનું સ્વરૂપ બતાવ્યું છે તથા તેમનું આચરણ કરનાર શ્રમણ માટે ચતુર્લઘુ પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે. આ જ રીતે શંખ, શૃંગ, વેણુ વગેરે વિષયમાં પણ સમજવું જોઈએ. અઢારમો ઉદ્દેશ :
આ ઉદેશની ચૂર્ણિમાં મુખ્યરૂપે નાવવિષયક દોષોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ દોષોમાં નાવ પર આરૂઢ થવું, નાવ ખરીદવી, નાવને સ્થળથી જળ અને જળથી સ્થળ પર પહોંચાડવી, ભરેલી નાવનું પાણી ખાલી કરવું, ખાલી નાવમાં પાણી ભરવું, નાવને ખેંચવી, નાવને ધકેલવી, નાવ ચલાવવી, નાવને રસ્સી વગેરેથી બાંધવી, નાવમાં બેઠેલા કોઈની પાસેથી આહાર વગેરે લેવો ઈત્યાદિનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓગણીસમો ઉદેશ :
પ્રસ્તુત ઉદેશની વ્યાખ્યામાં ચૂર્ણિકારે સ્વાધ્યાય અને અધ્યાપન સંબંધી નિયમો પર વિશેષ પ્રકાશ પાડ્યો છે. સ્વાધ્યાયનો કાલ અને અકાલ, સ્વાધ્યાયનો વિષયઅને અવિષય, અસ્વાધ્યાયિકનો સ્વાધ્યાય કરવાથી લાગતા દોષો, અયોગ્ય વ્યક્તિને ભણાવવાથી થનારી હાનિ, બે સરખી વ્યક્તિઓમાંથી એકને ભણાવવાથી અને બીજાને નહિ ભણાવવાથી લાગતા દોષો અને તેનું પ્રાયશ્ચિત્ત, પાર્થસ્થ વગેરે કતીર્થિકોને ભણાવવાથી લાગતા દોષો, ગૃહસ્થ વગેરેને ભણાવવાથી લાગતા દોષો – આ બધી વાતોનો આચાર્યે વિસ્તારથી વિચાર કર્યો છે. વીસમો ઉદ્દેશ :
આ અંતિમ ઉદેશ છે. આની ચૂર્ણિમાં માસિકાદિ પરિહારસ્થાન તથા તેમના પ્રતિસેવન, આલોચન, પ્રાયશ્ચિત્ત વગેરેનું વિવેચન કરવામાં આવ્યું છે. સાથે જ ભિક્ષુ, માસ, સ્થાન, પ્રતિસેવના અને આલોચનાનું નિક્ષેપ-પદ્ધતિએ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. અંતે ચૂર્ણિકારે પરિચય રૂપે નિમ્ન ગાથાઓ આપી છે :
ति चउ पण अट्ठमवग्गे, ति पणग ति तिग अक्खरा व ते तेसिं । पढमततिएहि तिदुसरजुएहि णामं कयं जस्स ॥ २ ॥ गुरुदिण्णं च गणितं, महत्तरत्तं च तस्स तुडेहि । तेण कएसा चुण्णी, विसेसनामा निसीहस्स ॥३॥
૨.
પૃ. ૨૦૧.
૧. પૃ. ૧૯૯, ૪. ર૪૧૧.
૩. પૃ. ૨૭૧-૨૮૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org