________________
૩૦૮
આગમિક વ્યાખ્યાઓ શય્યાતર ક્યારે થાય છે, (૩) તેનો પિંડ કેટલી જાતનો હોય છે, (૪) તે અશય્યાતર ક્યારે થાય છે, (૫) તે સાગારિક કયા સંયત દ્વારા પરિહર્તવ્ય છે, (૬) તે સાગારિકપિંડનાં ગ્રહણમાં શું દોષ છે, (૭) કઈ અવસ્થામાં તેનો પિંડ ગ્રહણ કરી શકાય છે, (૮) કઈ યતનાથી તેનું ગ્રહણ કરવું જોઈએ, (૯) એક સાગારિક પાસેથી જ ગ્રહણ કરવો જોઈએ અથવા અનેક સાગારિકો પાસેથી પણ ગ્રહણ કરવો જોઈએ. સાગારિકના પાંચ એકાર્થક શબ્દો છે : સાગારિક, શય્યાતર, દાતા, ધર અને ત૨.૧ આ પાંચેની વ્યુત્પત્તિ તથા સાર્થકતા પર સારો પ્રકાશ પાડવામાં આવ્યો છે. બૃહત્કલ્પભાષ્યમાં પણ આ વિષય પર પૂરતું વિવેચન કરવામાં આવ્યું છે.
‘ને મિવવું કડુક્રિય સેા-સંધાયું.....' (સૂ॰ ૫૦)નું વિવેચન કરતાં આચાર્ય શય્યા અને સંસ્તારકનો ભેદ બતાવે છે. શય્યા સર્વાંગિકા અર્થાત્ પૂરા શરીરના માપની હોય છે જ્યારે સંસ્તારક અઢી હાથપ્રમાણ હોય છે : સર્વાંગિયા સેન્ગા, અડ્ડાયો સંથારો । સંસ્તારક બે પ્રકારનો હોય છે : પરિશાટી અને અપરિશાટી. તેનાં સ્વરૂપ, ભેદ-પ્રભેદ, ગ્રહણ, દોષ, પ્રાયશ્ચિત્ત વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે.
3
વિપ્રનષ્ટ અર્થાત્ વિધિપૂર્વક રક્ષા કરવા છતાં પણ ખોવાઈ ગયેલ પ્રાતિહારિક, શય્યાસંસ્તા૨ક વગેરેની શોધ કરવાની આવશ્યકતા, વિધિ વગેરે પર પ્રકાશ પાડતાં બીજા ઉદેશનાં અંતિમ સૂત્ર ‘ને મિફ્લૂ ફત્તરિય ત્તિ ૫ પડિલેહેતિ.....' (સૂ૦ ૫૯)નું વિશ્લેષણ કરતાં આચાર્ય કહે છે કે જિનલ્પીઓ માટે બાર પ્રકારની, સ્થવિકલ્પીઓ માટે ચૌદ પ્રકારની અને આર્યાઓ માટે પચીસ પ્રકારની ઉપધિ હોય છે. જિનકલ્પિક બે પ્રકારના છે ઃ પાણિપાત્રભોજી અને પ્રતિગ્રહધારી. આ બંનેના ફરી બે-બે ભેદ છે : સપ્રાવરણ અર્થાત્ સવસ અને અપ્રાવરણ અર્થાત્ નિર્વસ્ત્ર.' જિનકલ્પમાં ઉપધિના આઠ વિભાગ છે : બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દસ, અગિયાર અને બાર. નિર્વસ્ત્ર પાણિપાત્રની જધન્ય ઉપધિ બે પ્રકારની છે ઃ રજોહરણ અને મુખસિકા. તે જ પાણિપાત્ર જો સવસ હોય અને એક કપડું ગ્રહણ કરે તો તેની ઉપષિ ત્રણ પ્રકારનીં થઈ જાય છે. આ જ રીતે આગળની ઉપધિઓ પણ સમજી લેવી જોઈએ. સ્થવિકલ્પીઓ તથા આર્યાઓ માટે પણ આ જ રીતે વિભિન્ન ઉપધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે.૫ અહીં સુધી વિશેષનિશીથસૂર્ણિના દ્વિતીય ઉદેશનો અધિકાર છે. તૃતીય ઉદેશ :
:
:
આ ઉદેશના પ્રારંભમાં ભિક્ષાગ્રહણના કેટલાક દોષો તથા પ્રાયશ્ચિત્તો પર પ્રકાશ
૧.
सागारिय सेज्जायर दाता य धरे तरे वा वि । - પૃ. ૧૩૦, ગા. ૧૧૪૦. ૨. પૃ. ૧૪૯. ૪. એજન.
૩. પૃ. ૧૮૮.
Jain Education International
For Private & Personal Use Only
૫. પૃ. ૧૮૮-૧૯૩.
www.jainelibrary.org