________________
૨૮૨
આગમિક વ્યાખ્યાઓ
ચાર શિક્ષાવ્રત અને તેમના અતિચાર, દસ પ્રકારનાં પ્રત્યાખ્યાન, છ પ્રકારની વિશુદ્ધિ, પ્રત્યાખ્યાનનાં ગુણ અને આગાર વગેરેનું વિવિધ ઉદાહરણો સાથે વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. વચ્ચે વચ્ચે અહીં-તહીં અનેક ગાથાઓ તથા શ્લોકો પણ ઉદ્ધૃત ક૨વામાં આવ્યા છે. અંતમાં પ્રસ્તુત સંસ્કરણની પ્રત વિશે લખવામાં આવ્યું છે કે સં. ૧૭૭૪માં પં. દીપવિજયગણિએ પં. ન્યાયસાગરગણિને આવશ્યકચૂર્ણિ પ્રદાન ५री : सं० १७७४ वर्षे पं० दीपविजयगणिना आवश्यकचूर्णि: पं० श्रीन्यायसागरगणिभ्यः
પ્રત્તા ૧
આવશ્યકચૂર્ણિના આ પરિચયથી સ્પષ્ટ છે કે ચૂર્ણિકાર જિનદાસગણિ મહત્તરે પોતાની પ્રસ્તુત કૃતિમાં આવશ્યકનિર્યુક્તિમાં નિર્દિષ્ટ બધા વિષયોનું વિસ્તારપૂર્વક વિવેચન કર્યું છે તથા વિવેચનની સરળતા, સરસતા તથા સ્પષ્ટતાની દૃષ્ટિએ અનેક પ્રાચીન ઐતિહાસિક તથા પૌરાણિક આખ્યાનો ઉદ્ધૃત કર્યા છે. આ જ રીતે વિવેચનમાં અહીં-તહીં અનેક ગાથાઓ તથા શ્લોકોનો સમાવેશ પણ કર્યો છે. આ સામગ્રી ભારતીય સાંસ્કૃતિક ઈતિહાસની દૃષ્ટિએ અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે.
૧. પૃ. ૩૨૫.
Jain Education International
For Private & Personal Use Only
す
www.jainelibrary.org