________________
સપ્તમ પ્રકરણ
આચારાંગચૂર્ણિ આ ચૂર્ણિમાં ઘણું કરીને તે જ વિષયોનું વિવેચન છે જે આચારાંગ-નિર્યુક્તિમાં છે. નિર્યુક્તિની ગાથાઓના આધારે જ આ ચૂર્ણિ લખવામાં આવી છે આથી એમ થવું સ્વાભાવિક છે. આમાં વર્ણિત વિષયોમાંથી કેટલાકનાં નામોનો નિર્દેશ કરવો અપ્રાસંગિક નહિ ગણાય. પ્રથમ શ્રુતસ્કંધની ચૂર્ણિમાં મુખ્યરૂપે નિમ્ન વિષયોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે : અનુયોગ, અંગ, આચાર, બ્રહ્મ, વર્ણ, આચરણ, શસ્ત્ર, પરિજ્ઞા, સંજ્ઞા, દિક, સમ્યક્ત, યોનિ, કર્મ, પૃથ્વી વગેરે કાય, લોક, વિજય, ગુણસ્થાન, પરિતાપ, વિહાર, રતિ, અરતિ, લોભ, જુગુપ્સા, ગોત્ર, જ્ઞાતિ, જાતિમરણ, એષણા, દેશના, બંધ-મોક્ષ, શીતોષ્ણાદિ પરીષહ, તત્ત્વાર્થશ્રદ્ધા, જીવરક્ષા, અચલત્વ, મરણ, સંલેખના, સમનોજ્ઞત્વ, યામત્રય, ત્રિવત્રતા, વીરદીક્ષા, દેવદૂષ્ય, સવઢતા. ચૂર્ણિકારે પણ નિક્ષેપપદ્ધતિનો જ આધાર લીધો છે.
દ્વિતીય શ્રુતસ્કંધની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકારે મુખ્યરૂપે નિમ્ન વિષયોનું વિવેચન કર્યું છે : અગ્ર, પ્રાણસંસક્ત, પિશ્કેષણા, શય્યા, ઈર્ષા, ભાષા, વસ્ત્ર, પાત્ર, અવગ્રહસપ્તક, સપ્તસપ્તક, ભાવના, વિમુક્તિ. આચારાંગસૂત્રનું મૂળ પ્રયોજન શ્રમણોના આચાર-વિચારની પ્રતિષ્ઠા કરવાનું છે આથી પ્રત્યેક વિષયનું આ જ પ્રયોજનને નજરમાં રાખીને કરવામાં આવ્યું છે.
પ્રાકૃતપ્રધાન પ્રસ્તુત ચૂર્ણિમાં અહીં-તહીં સંસ્કૃતના શ્લોકો પણ ઉદ્ધત કરવામાં આવ્યા છે. તેમનાં મૂળ સ્થળની શોધ ન કરતાં ઉદાહરણ રૂપે કેટલાક શ્લોકો અહીં ઉદ્ધત કરવામાં આવે છે. આગમના પ્રામાણ્યની પુષ્ટિ માટે નિમ્ન શ્લોક ઉદ્ભત કરવામાં આવ્યો છે :
जिनेन्द्रवचनं सूक्ष्महेतुभिर्यदि गृह्यते । आज्ञया तद्ग्रहीतव्यं, नान्यथावादिनो जिनाः ॥
– આચારાંગચૂર્ણિ, પૃ. ૨૦. સ્વજનથી પણ ધન અધિક પ્યારું હોય છે, આનું સમર્થન કરતાં કહેવામાં આવ્યું
૧. શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, સન્ ૧૯૪૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org