________________
ષષ્ઠ પ્રકરણ
ઉત્તરાધ્યયનચૂર્ણિ આ ચૂર્ણિ" પણ નિકુંજ્યાનુસારી છે તથા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃતમાં લખવામાં આવી છે. આમાં સંયોગ, પુદ્ગલબંધ, સંસ્થાન, વિનય, ક્રોધવારણ, અનુશાસન, પરીષહ, ધર્મવિષ્મ, મરણ, નિર્ચન્થપંચક, ભયસપ્તક, જ્ઞાનક્રિર્યકાન્ત વગેરે વિષયો પર સોદાહરણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. સ્ત્રીપરીષહનું વિવેચન કરતાં આચાર્ય નારીસ્વભાવની કડક આલોચના કરી છે અને આ પ્રસંગે નિમ્નલિખિત બે શ્લોક પણ ઉદ્ધત કર્યા છે : एता हसति च रुदंति च अर्थहेतोर्विश्वासयंति च परं न च विश्वसंति । तस्मानरेण कुलशीलसमन्वितेन, नार्यः स्मशानसुमना इव वर्जनीयाः ॥ १ ॥ समुद्रवीचीचपलस्वभावाः, संध्याभ्ररेखेव मुहूर्तरागाः ।। स्त्रियः कृतार्थाः पुरषं निरर्थकं, नीपीडितालक्तर कोवत् त्यति ॥ २ ॥
– ૩ત્તરાધ્યયનવૂળ, પૃ. ૬. હરિકેશીય અધ્યયનની ચૂર્ણિમાં આચાર્યે અબ્રાહ્મણ માટે નિષિદ્ધ વાતો તરફ નિર્દેશ કરતાં શૂદ્ર માટે નિમ્ન શ્લોક ઉદ્ધત કર્યો છે :
न शूदाय बलिं दद्यानोच्छिष्टं न हविः कृतम् । न चास्योपदिशेद् धर्म, न चास्य व्रतमादिशेत् ॥
– એજન, પૃ. ૨૦૫. ચૂર્ણિકારે ચૂર્ણિના અંતે પોતાનો પરિચય આપતાં પોતાને વાણિજ્યકુલીન, કોટિકગણીય, વજશાખીય ગોપાલગણિમહત્તરના શિષ્ય બતાવ્યા છે. તે ગાથાઓ આ મુજબ છે :
वाणिजकुलसंभूओ कोडियिगणिओ उ वयरसाहीतो । गोवालियमहत्तरओ, विक्खाओ आसि लोगंमि ॥ १ ॥ ससमयपरसमयविऊ, ओयस्सी दित्तिमं सुगंभीरो । सीसगणसंपरिवुडो, वक्खाणरतिप्पिओ आसी ॥ २ ॥ तेसिं सीसेण इम, उत्तरज्झयणाण चुण्णिखंडं तु । रइयं अणुग्गहत्थं , सीसाणं मंदबुद्धीणं ॥ ३ ॥
૧. શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, સન્ ૧૯૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org