________________
૨૪૮
આગમિક વ્યાખ્યાઓ
જે મકાનમાં સાધુ રહેવા માગે તેનો માલિક, તેની વિધવા પુત્રી, પુત્ર, ભાઈ વગેરે કોઈની પણ આજ્ઞા લેવી અનિવાર્ય છે. માર્ગમાં જતી વખતે ક્યાંક રોકાવાનો પ્રસંગ આવે તો પણ યથાવસર કોઈ ને કોઈ ગૃહસ્થની આજ્ઞા લેવી જોઈએ. રાજ્યમાં એક રાજા કોઈ કારણથી રાજા ન રહે ત્યારે બીજા રાજાની નિશ્ચિત રૂપે સ્થાપના થઈ જાય તો તેની ફરી આજ્ઞા લઈને તેના રાજ્યમાં રહેવું જોઈએ.
સાધ્વીની દીક્ષાના પ્રસંગનું વિવેચન કરતાં ભાષ્યકારે એક કોશલક આચાર્ય અને એક શ્રાવિકાનું દૃષ્ટાન્ત આપ્યું છે અને બતાવ્યું છે કે કોશલક પોતાના દેશસ્વભાવથી જ અનેક દોષોથી યુક્ત હોય છે. આ મતની પુષ્ટિ કરતાં આન્ધ્ર વગેરે પ્રદેશોના નિવાસીઓના સ્વભાવ તરફ પણ સંકેત કરવામાં આવ્યો છે. આન્ધ્ર દેશમાં જન્મ્યો હોય અને અક્રૂર હોય, મહારાષ્ટ્રમાં જન્મ્યો હોય અને અવાચાળ હોય, કોશલમાં જન્મ્યો હોય અને અદુષ્ટ હોય – એવો સોમાંથી એક પણ મળવો મુશ્કેલ છે.
સાધુ-સાધ્વીઓના સ્વાધ્યાય માટે ઉપયુક્ત તથા અનુપયુક્ત કાળનું ભાષ્યકારે અતિ વિસ્તૃત વર્ણન કર્યું છે. સાથે જ સ્વાધ્યાયની વિધિ વગેરે અન્ય આવશ્યક વાતો પર પણ પૂર્ણ પ્રકાશ પાડ્યો છે. પરસ્પર વાચના આપવાનો શું નિયમ છે, તેનું પણ વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
અષ્ટમ ઉદ્દેશઃ
આ ઉદેશના ભાષ્યમાં મુખ્યરૂપે નિમ્નલિખિત વાતોની ચર્ચા કરવામાં આવી છે :
શયન કરવા અથવા અન્ય પ્રયોજન માટે પાટની આવશ્યકતા પ્રતીત થતાં સાધુ એક હાથે તેને ઊપાડી શકે તેટલી હલકી પાટ ગામ અથવા પરગામથી માંગીને લાવી શકે છે. પરગામથી લાવવાની સ્થિતિમાં ત્રણ દિવસ જેટલા દૂરના અંતરવાળા ગામથી લાવી શકાય છે, તેનાથી અધિક નહિ. વૃદ્ધ સાધુ માટે આવશ્યકતા હોય ત્યારે પાંચ દિવસ જેટલા દૂરના અંતરવાળા સ્થાનેથી પણ લાવી શકાય છે. પાછા આપવાની શરતે લાવેલી વસ્તુ અન્ય મકાનમાં લઈ જવી હોય તો તેના માટે ફરી માલિકની આજ્ઞા લેવી જોઈએ. એ જ રીતે કોઈ મકાનમાં રોકાવું હોય તો તેના સ્વામીની આજ્ઞા લઈને રોકાવું જોઈએ. કોઈ સાધુને ગોચરી વગેરે માટે જતી વખતે કોઈ અન્ય સાધુનું નાનું-મોટું ઉપકરણ મળે તો પૂછપરછ કરીને જેનું હોય તેને આપી દેવું જોઈએ. માલિકનો પત્તો ન લાગવાની સ્થિતિમાં તેનું નિર્દોષ સ્થાને વિસર્જન કરી દેવું જોઈએ. વિશેષ કારણ ઉપસ્થિત થતાં બીજા સાધુ માટે પાત્રાદિ સામગ્રી
સપ્તમ ઉદ્દેશ : ગા. ૧૨૩-૬.
૨. ગા. ૧૮૧-૪૦૬.
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org