________________
ચૂર્ણિઓ અને ચૂર્ણિકાર
૨૬૭ આવશ્યકચૂર્ણિમાં ઓઘનિર્યુક્તિચૂર્ણિનો ઉલ્લેખ છે. આથી પ્રતીત થાય છે કે ઓઘનિર્યુક્તિચૂર્ણિ આવશ્યકચૂર્ણિની પૂર્વે રચવામાં આવી છે. દશવૈકાલિકચૂર્ણિમાં આવશ્યકચૂર્ણિનો નામોલ્લેખ છે જેનાથી એમ સાબિત થાય છે કે આવશ્યકચૂર્ણિ દશવૈકાલિકચૂર્ણિ પૂર્વની રચના છે. ઉત્તરાધ્યયનચૂર્ણિમાં દશવૈકાલિકચૂર્ણિનો નિર્દેશ છે જેનાથી પ્રકટ થાય છે કે દશવૈકાલિકચૂર્ણિ ઉત્તરાધ્યયનચૂર્ણિની પહેલાં લખવામાં આવી છે. અનુયોગદ્વારચૂર્ણિમાં નંદીચૂર્ણિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનાથી સાબિત થાય છે કે નંદીચૂર્ણિની રચના અનુયોગદ્વારચૂર્ણિની પૂર્વે થઈ છે. આ ઉલ્લેખોને જોતાં શ્રી આનન્દસાગરસૂરિના મતનું સમર્થન કરવું અનુચિત નથી. હા, ઉપર્યુક્ત રચના-ક્રમમાં અનુયોગદ્વારચૂર્ણિ પછી તથા આવશ્યકચૂર્ણિની પહેલાં ઓઘનિર્યુક્તિચૂર્ણિનો પણ સમાવેશ કરી લેવો જોઈએ, કેમકે આવશ્યકચૂર્ણિમાં ઓઘનિર્યુક્તિચૂર્ણિનો ઉલ્લેખ છે જે આવશ્યકચૂર્તિની પહેલાંની રચના છે.
ભાષાની દૃષ્ટિએ નન્દીચૂર્ણિ મુખ્યત્વે પ્રાકૃતમાં છે. તેમાં સંસ્કૃતનો બહુ ઓછો પ્રયોગ કરવામાં આવ્યો છે. અનુયોગદ્વારચૂર્ણિ પણ મુખ્યરૂપે પ્રાકૃતમાં જ છે, જેમાં અહીં-તહીં સંસ્કૃતના શ્લોક અને ગદ્દાંશ ઉદ્ધત કરવામાં આવ્યાં છે. જિનદાસકૃત દશવૈકાલિકચૂર્ણિની ભાષા મુખ્યત્વે પ્રાકૃત છે, જયારે અગત્યસિંહકૃત દશવૈકાલિકચૂર્ણિ પ્રાકૃતમાં જ છે. ઉત્તરાધ્યયનચૂર્ણિ સંસ્કૃતમિશ્રિત પ્રાકૃતમાં છે. આમાં અનેક સ્થાનો પર સંસ્કૃતના શ્લોકો ઉદ્ધત કરવામાં આવ્યાં છે. આચારાંગચૂર્ણિ પ્રાકૃત-પ્રધાન છે, જેમાં અહીં-તહીં સંસ્કૃતના શ્લોક પણ ઉદ્ધત કરવામાં આવ્યા છે. સૂત્રકૃતાંગચૂર્ણિની ભાષા તથા શૈલી આચારાંગચૂર્ણિ જેવી છે. એમાં સંસ્કૃતનો પ્રયોગ અન્ય ચૂર્ણિઓની અપેક્ષાએ અધિક માત્રામાં થયો છે. જીવકલ્પચૂર્ણિમાં પ્રારંભથી અંત સુધી પ્રાકૃતનો જ પ્રયોગ છે. તેમાં જેટલાં ઉદ્ધરણ છે તે બધા પ્રાકૃત-ગ્રન્થોનાં જ છે. આ દષ્ટિએ આ ચૂર્ણિ અન્ય ચૂર્ણિઓથી વિલક્ષણ છે. નિશીથવિશેષચૂર્ણિ અલ્પ-સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતમાં છે. દશાશ્રુતસ્કલ્પચૂર્ણિ પ્રધાનપણે પ્રાકૃતમાં છે. બૃહત્કલ્પચૂર્ણિ સંસ્કૃતમિશ્રિત પ્રાકૃતમાં છે. ચૂર્ણિકારઃ
ચૂર્ણિકાર રૂપે મુખ્યત્વે જિનદાસગણિ મહત્તરનું નામ પ્રસિદ્ધ છે. તેમણે વસ્તુત: કેટલી ચૂર્ણિઓ લખી છે, તેનો કોઈ નિશ્ચિત ઉત્તર આપી નથી શકાતો. પરંપરાથી નિમ્નાંકિત ચૂર્ણિઓ જિનદાસગણિ મહત્તરની કહેવામાં આવે છે: નિશીથવિશેષચૂર્ણિ, ૧. આવશ્યકચૂર્ણિ (પૂર્વભાગ), પૃ. ૩૪૧. ૨. દશવૈકાલિકચૂર્ણિ, પૃ. ૭૧. ૩. ઉત્તરાધ્યયનચૂર્ણિ, પૃ. ૨૭૪. ૪. અનુયોગદ્વારચૂર્ણિ, પૃ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org