________________
૨૭૨
આગમિક વ્યાખ્યાઓ આ ત્રણે મતોના સમર્થન રૂપે પણ કેટલીક ગાથાઓ આપવામાં આવી છે. આચાર્યે કેવલજ્ઞાન અને કેવલદર્શનના ક્રમભાવિત્વનું સમર્થન કર્યું છે. એતદ્વિષયક વિસ્તૃત ચર્ચા વિશેષાવશ્યકભાષ્યમાં જોવી જોઈએ.'
શ્રતનિશ્રિત, અશ્રુતનિશ્રિત વગેરે ભેદો સાથે આભિનિબોધિકજ્ઞાનનું સવિસ્તાર વિવેચન કરતાં ચૂર્ણિકારે શ્રુતજ્ઞાનનું અતિ વિસ્તૃત વ્યાખ્યાન કર્યું છે. આ વ્યાખ્યાનમાં સંજ્ઞીશ્રુત, અસંજ્ઞીશ્રુત, સમ્યફઋત, મિથ્યાશ્રુત, સાદિઋત, અનાદિઋત, ગમિકશ્રુત, અગમિકશ્રુત, અંગપ્રવિષ્ટદ્યુત, અંગબાહ્યશ્રુત, ઉત્કાલિકશ્રુત, કાલિકશ્રુત વગેરેના વિવિધ ભેદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દ્વાદશાંગની આરાધનાના ફળ તરફ સંકેત કરતાં આચાર્યે નિમ્ન ગાથામાં પોતાનો પરિચય આપીને પ્રત્યે સમાપ્ત કર્યો છે :
णिरेणगगमत्तणहसदा जिया, पसुपतिसंखगजट्ठिताकुला । कमट्ठिता धीमतचिंतियक्खरा, फुडं कहेयंतभिधाणकत्तुणो ॥१॥
– તન્વીવૂળ (. ટે. નો.), પૃ. ૮૩
૧. વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૩૦૮૯-૩૧૩૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org