________________
આગમિક વ્યાખ્યાઓ
બૃહત્કલ્પચૂર્ણિકા૨ પ્રલંબસૂરિના જીવન-ચરિત્ર પર પ્રકાશ પાડનારી કોઈ સામગ્રી ઉપલબ્ધ નથી. તાડપત્ર પર લખેલી પ્રસ્તુત ચૂર્ણિની એક પ્રતિનો લેખન-સમય વિ.સં.૧૩૩૪ છે. આથી એટલું નિશ્ચિત છે કે પ્રલંબસૂરિ વિ.સં.૧૩૩૪ની પહેલાં થયા છે. હોઈ શકે કે તેઓ ચૂર્ણિકાર સિદ્ધસેનના સમકાલીન હોય અથવા તેમનાથી પણ પહેલાં થયા હોય.
૨૦૦
દશવૈકાલિકચૂર્ણિકાર અગસ્ત્યસિંહ કોટિગણીય વજસ્વામીની શાખાના એક સ્થવિર છે. તેમના ગુરુનું નામ ઋષિગુપ્ત છે. તેમના સમય વગેરે વિષયમાં પ્રકાશ પાડનારી કોઈ સામગ્રી ઉપલબ્ધ નથી. હા, એટલું અવશ્ય કહી શકાય કે તેમની ચૂર્ણિ અન્ય ચૂર્ણિઓથી વિશેષ પ્રાચીન નથી. આમાં તત્ત્વાર્થસૂત્ર વગેરેનાં સંસ્કૃત ઉદ્ધરણ પણ છે. ચૂર્ણિના પ્રારંભમાં જ ‘સમ્યઃર્શનજ્ઞાન......’(તત્ત્વા. અ. ૧, સૂ. ૧) સૂત્ર ઉદ્ધૃત કરવામાં આવ્યું છે. શૈલી વગેરેની દૃષ્ટિએ ચૂર્ણિ સરળ છે.
૧. જૈન ગ્રંથાવલી, પૃ. ૧૨-૩, ટિ. પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org