________________
આવશ્યકચૂર્ણિ
૨૭૭ લાવણ્ય, સ્વભાવ-ચાપલ્ય, શૃંગાર-સૌંદર્ય વગેરેનું સરસ અને સફળ ચિત્રણ કર્યું છે. | આ જ રીતે ભગવાનના દેહ-વર્ણનમાં પણ આચાર્યે પોતાનું સાહિત્ય-કૌશલ દેખાડ્યું છે.
ક્ષેત્ર, કાલ વગેરે શેષ દ્વારોનું વ્યાખ્યાન કરતાં ચૂર્ણિકારે નવાધિકાર અંતર્ગત વજસ્વામીનું જીવન-વૃત્ત પ્રસ્તુત કર્યું છે અને એમ બતાવ્યું છે કે આર્ય વજની પછી થનાર આર્ય રક્ષિત કાલિકનો અનુયોગ પૃથફ કરી નાખ્યો. આ પ્રસંગે આર્ય રક્ષિતનું જીવન-ચરિત્ર પણ આપી દેવામાં આવ્યું છે. આર્ય રક્ષિતના મામા ગોષ્ઠામાજિલનું વૃત્ત આપતાં એમ બતાવવામાં આવ્યું છે કે તે ભગવાન મહાવીરના શાસનમાં સપ્તમ નિહ્નવ રૂપે પ્રસિદ્ધ થયા. જમાલિ, તિષ્યગુપ્ત, આષાઢ, અશ્વામિત્ર, ગંગસૂરિ અને પડુલૂક- આ છ નિહ્નવો ગોઠામાલિની પૂર્વે થઈ ચૂક્યા હતા. આ સાતે નિદ્વવોના વર્ણનમાં ચૂર્ણિકારે નિર્યુક્તિકારનું અનુસરણ કર્યું છે. સાથે જ ભાષ્યકારનું અનુસરણ કરતાં ચૂર્ણિકારે અષ્ટમ નિહ્નવ રૂપે બોટિક – દિગમ્બરનું વર્ણન કર્યું છે અને કથાનક રૂપે ભાષ્યની ગાથા ઉદ્ધત કરી છે.'
ત્યાર પછી આચાર્યે સામાયિકસંબંધી અન્ય આવશ્યક વાતો પર વિચાર કર્યો છે, જેવીકે સામાયિકના દ્રવ્ય-પર્યાય, નયદૃષ્ટિએ સામાયિક, સામાયિકના ભેદ, સામાયિકનો સ્વામી, સામાયિક-પ્રાપ્તિનું ક્ષેત્ર, કાળ, દિશા વગેરે, સામાયિકની પ્રાપ્તિ કરનાર, સામાયિકની પ્રાપ્તિના હેતુ, એતદ્વિષયક આનંદ, કામદેવ વગેરેનાં દાન્ત, અનુકંપા વગેરે હેતુ અને મેંઠ, ઈન્દ્રનાગ, કૃતપુણ્ય, પુણ્યશાલ, શિવરાજર્ષિ, ગંગદત્ત, દશાર્ણભદ્ર, ઈલાપુત્ર વગેરેનાં ઉદાહરણ, સામાયિકની સ્થિતિ, સામાયિકવાળાની સંખ્યા, સામાયિકનું અંતર, સામાયિકનો આકર્ષ, સમભાવ માટે દમદંતનું દષ્ટાન્ત, સમતા માટે મેતાર્યનું ઉદાહરણ, સમાસ માટે ચિલાતિપુત્રનું દષ્ટાન્ત, સંક્ષેપ અને અનવદ્ય માટે તપસ્વી અને ધર્મરુચિનાં ઉદાહરણ, પ્રત્યાખ્યાન માટે તેટલીપુત્રનું દૃષ્ટાન્ત. અહીં સુધી ઉપોદ્દાતનિયુક્તિની ચૂર્ણિનો અધિકાર છે.
સૂત્રસ્પર્શિકનિર્યુક્તિની ચૂર્ણિમાં નિમ્ન વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે : નમસ્કારની ઉત્પત્તિ, નિપાદિ, રાગના નિક્ષેપ, નેહરાગ માટે અરહકનું દષ્ટાન્ત, દૈષના નિક્ષેપ અને ધર્મરુચિનું દૃષ્ટાન્ત, કષાયના નિક્ષેપ અને જમદન્યાદિનાં ઉદાહરણ, અહંન્નમસ્કારનું ફળ, સિદ્ધનમસ્કાર અને કર્મસિદ્ધાદિ, ઔત્પત્તિકી, વૈનાયિકી, કર્મજા અને પરિણામિકી બુદ્ધિ, કર્મક્ષય અને સમુદ્યાત, અયોગિગુણસ્થાન ૧. એજન, પૃ. ૪૨૭ (નિહ્નવવાદ માટે જુઓ – વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૨૩૦૬-૨૬૦૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org