________________
:
તૃતીય પ્રકરણ અનુયોગદ્વારચૂર્ણિ
આ ચૂર્ણિ· મૂલ સૂત્રનું અનુસરણ કરતાં મુખ્યત્વે પ્રાકૃતમાં રચવામાં આવી છે. આમાં સંસ્કૃતનો ખૂબ ઓછો પ્રયોગ થયો છે. પ્રારંભમાં મંગલના પ્રસંગમાં ભાવનંદીનું સ્વરૂપ બતાવતાં ‘બાળ પંચવિધ પળત્ત' આ પ્રકારનું સૂત્ર ઉદ્ધૃત કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે આ સૂત્રનું જે રીતે નંદીસૂત્રમાં વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તે જ રીતે અહીં પણ વ્યાખ્યાન કરી લેવું જોઈએ. આ કથનથી સ્પષ્ટ છે કે નન્દીચૂર્ણિ અનુયોગદ્વારચૂર્ણિની પહેલાં રચવામાં આવી છે. પ્રસ્તુત ચૂર્ણિમાં આવશ્યક, તંદુલવૈચારિક વગેરેનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. અનુયોગવિધિ અને અનુયોગાર્થનો વિચાર કરતાં ચૂર્ણિકારે આવશ્યકાધિકાર પર પણ પર્યાપ્ત પ્રકાશ પાડ્યો છે. આનુપૂર્વીનું વિવેચન કરતાં કાલાનુપૂર્વીનાં સ્વરૂપ-વર્ણનના પ્રસંગે આચાર્યે પૂર્વાંગોનો પરિચય આપ્યો છે. ‘નામણિ નાળિ’ વગેરેની વ્યાખ્યા કરતાં નામ શબ્દનો કર્મ વગેરે દૃષ્ટિઓથી વિચાર કરવામાં આવ્યો છે. સાત નામો રૂપે સપ્તસ્વરનું સંગીતશાસ્ત્રની દૃષ્ટિએ સૂક્ષ્મ વિવેચન કરવામાં આવ્યું છે. નવવિધ નામનું નવ પ્રકારના કાવ્યરસ રૂપે સોદાહરણ વર્ણન કરવામાં આવ્યું છે : વીર, શ્રૃંગાર, અદ્ભુત, રૌદ્ર, ગ્રીડનક, બીભત્સ, હાસ્ય, કરુણ અને પ્રશાન્ત. આ જ રીતે પ્રસ્તુત ચૂર્ણિમાં આત્માંગુલ, ઉત્સેધાંગુલ, પ્રમાણાંગુલ, કાલપ્રમાણ, ઔદારિકાદિ શ૨ી૨, મનુષ્યાદિ પ્રાણીઓનું પ્રમાણ, ગર્ભજાદિ મનુષ્યોની સંખ્યા, જ્ઞાન અને પ્રમાણ, સંખ્યાત, અસંખ્યાત, અનંત વગેરે વિષયો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.
૧. હરિભદ્રકૃત વૃત્તિસહિત – શ્રી ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, સન્
૧૯૨૮.
૨. મલ્લ સુત્તસ્સ નહીં નંવિદ્યુળીણ્ વવવાળું તથા હં પિ વવવાનું વદ્ભવ્યું, અનુયોગદ્વારચૂર્ણિ, પૃ. ૧-૨. તુલના : નન્દીચૂર્ણિ, પૃ. ૧૦ અને આગળ.
૩. અનુયોગદ્વારચૂર્ણિ, પૃ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org