________________
ચૂર્તિઓ
પ્રથમ પ્રકરણ
ચૂર્ણિઓ અને ચૂર્ણિકાર આગમોની પ્રાચીનતમ પદ્યાત્મક વ્યાખ્યાઓ નિર્યુક્તિઓ અને ભાષ્ય રૂપે પ્રસિદ્ધ છે. તે બધી પ્રાકૃતમાં છે. જૈનાચાર્યો આ પદ્યાત્મક વ્યાખ્યાઓથી જ સંતુષ્ટ થનાર ન હતા. તેમને તે જ સ્તરની ગદ્યાત્મક વ્યાખ્યાઓની પણ આવશ્યકતા પ્રતીત થઈ. આ આવશ્યકતાની પૂર્તિ રૂપે જૈન આગમો પર પ્રાકૃત અથવા સંસ્કૃતમિશ્રિત પ્રાકૃતમાં જે વ્યાખ્યાઓ રચવામાં આવી છે, તે ચૂર્ણિઓ રૂપે પ્રસિદ્ધ છે. આગામેતર સાહિત્ય પર પણ કેટલીક ચૂર્ણિઓ રચવામાં આવી, પરંતુ તે આગમોની ચૂર્તિઓની તુલનામાં ખૂબ ઓછી છે. ઉદાહરણ માટે કર્મપ્રકૃતિ, શતક વગેરેની ચૂર્ણિ ઉપલબ્ધ છે : ચૂર્તિઓ : - નિમ્નલિખિત આગમ-ગ્રન્થો પર આચાર્યોએ ચૂર્ણિઓ લખી છે: ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), ૪. જીવાભિગમ, ૫. નિશીથ, ૬. મહાનિશીથ, ૭. વ્યવહાર, ૮. દશાશ્રુતસ્કન્ધ, ૯. બૃહત્કલ્પ, ૧૦. પંચકલ્પ, ૧૧. ઓઘનિર્યુક્તિ, ૧૨. જીતકલ્પ, ૧૩. ઉત્તરાધ્યયન, ૧૪. આવશ્યક, ૧૫. દશવૈકાલિક, ૧૬. નન્દી, ૧૭. અનુયોગદ્વાર, ૧૮. જંબૂઢીપપ્રજ્ઞપ્તિ. નિશીથ અને જીતકલ્પ પર બે-બે ચૂર્ણિઓ લખવામાં આવી, પરંતુ વર્તમાનમાં એક-એક જ ઉપલબ્ધ છે. અનુયોગદ્વાર, બૃહત્કલ્પ તથા દશવૈકાલિક પર પણ બે-બે ચૂર્તિઓ છે.
ચૂર્ણિઓની રચનાનો કયો ક્રમ છે એ વિષયમાં નિશ્ચિતરૂપે કંઈ નથી કહી શકાતું. ચૂર્ણિઓમાં ઉલ્લિખિત એક-બીજાનાં નામના આધારે ક્રમનિર્ધારણનો પ્રયત્ન કરી શકાય છે. શ્રી આનન્દસાગરસૂરિના મતે જિનદાસગણિકૃત નિમ્નલિખિત ચૂર્તિઓનો રચનાક્રમ આ પ્રકારે છે: નન્દીચૂર્ણિ, અનુયોગ દ્વારચૂર્ણિ, આવશ્યકચૂર્ણિ, દશવૈકાલિકચૂર્ણિ, ઉત્તરાધ્યયનચૂર્ણિ, આચારાંગચૂર્ણિ, સૂત્રકૃતાંગચૂર્ણિ અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિચૂર્ણિ.૧ ૧. આહત આગમોની ચૂર્ણિઓ અને તેનું મુદ્રણ-સિદ્ધચક્ર, ભા. ૯, અં. ૮, પૃ. ૧૬૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org