________________
૨૫૦
દશમ ઉદ્દેશ :
આ ઉદેશમાં યવમધ્ય-પ્રતિમા અને વજ્રમધ્ય-પ્રતિમાની વિધિ પર વિશેષ રૂપે વિચાર કરવામાં આવ્યો છે. પાંચ પ્રકારના વ્યવહારનું વિસ્તૃત વિવેચન કરતાં બાલદીક્ષાની વિધિ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. દસ પ્રકારની સેવાનું વર્ણન કરતાં તેનાથી થનારી મહાનિર્જરાનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે.
―
યવમધ્ય-પ્રતિમાનું સ્વરૂપ બતાવતાં ભાષ્યકાર કહે છે કે આ પ્રતિમાને યવ અને ચન્દ્રની ઉપમા આપવામાં આવી છે. જેનો મધ્યભાગ યવ સમાન છે તે યવમધ્યપ્રતિમા છે. તેનો આકાર ચન્દ્ર સમાન હોય છે. વજમધ્ય-પ્રતિમા મધ્યમાં વજ્ર સમાન હોય છે. તેને પણ ચન્દ્રની ઉપમા આપવામાં આવે છે. યવમધ્ય-પ્રતિમા મધ્યમાં વિપુલ - સ્થૂળ હોય છે તથા આદિ અને અંતમાં તનુ – કૃશ હોય છે. જે રીતે શુક્લ પક્ષનો ચન્દ્ર ક્રમશઃ વૃદ્ધિ તરફ જઈને ફરી હ્રાસ તરફ આવે છે તે જ રીતે યવમધ્ય-પ્રતિમા પણ ક્રમશઃ ભિક્ષાની વૃદ્ધિ તરફ જતી ફરી Çાસ તરફ જાય છે. વજ્રમધ્ય-પ્રતિમામાં ચન્દ્રની ઉપમા બીજી રીતે ઘટિત થાય છે. આમાં બહુલપક્ષનું આદિમાં ગ્રહણ થાય છે. જે રીતે કૃષ્ણપક્ષનો ચન્દ્ર પહેલાં ક્રમશઃ હ્રાસને પ્રાપ્ત થાય છે અને પછી ક્રમશઃ વધે છે તે જ રીતે વજ્રમધ્ય-પ્રતિમામાં પણ ક્રમશઃ ભિક્ષાનો ડ્રાસ થઈને ફરી તેની વૃદ્ધિ થાય છે. આ જ રીતે આ પ્રતિમા આદિ અને અંતમાં તો સ્થૂળ હોય છે પરંતુ મધ્યમાં કૃશ હોય છે.
૨
વ્યવહા૨ પાંચ પ્રકારનો છે : આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત. આ પાંચે પ્રકારોનું સ્વરૂપવર્ણન જીતકલ્પભાષ્યનો પરિચય આપતી વખતે કરવામાં આવી ચૂક્યું છે આથી અહીં તેની પુનરાવૃત્તિ બિનજરૂરી છે.
નિર્પ્રન્થ પાંચ પ્રકારના હોય છે : પુલાક, બકુશ, કુશીલ, નિર્પ્રન્થ અને સ્નાતક. તેમને માટે વિવિધ પ્રકારનાં પ્રાયશ્ચિત્તોનું વિધાન કરવામાં આવ્યું છે. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનાં છે ઃ ૧. આલોચના, ૨. પ્રતિક્રમણ, ૩. મિશ્ર, ૪. વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. મૂલ, ૯. અનવસ્થાપ્ય અને ૧૦. પારંચિત કે પારાંચિક. પુલાક માટે આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, તપ અને વ્યુત્સર્ગ – આ છ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે. બકુશ અને કુશીલ માટે બધાં અર્થાત્ દસ પ્રાયશ્ચિત્ત છે. યથાલન્ધ-કલ્પમાં આઠ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત છે (કેમકે તેમાં અનવસ્થાપ્ય અને પારંચિતનો અભાવ છે). નિર્પ્રન્થ માટે આલોચના અને વિવેક આ બે પ્રાયશ્ચિત્તોનું વિધાન છે. સ્નાતક માટે માત્ર એક પ્રાયશ્ચિત્ત – વિવેકનું વિધાન કરવામાં આવ્યું
૧. દશમ ઉદ્દેશ : ગા. ૩-૫. ૨. ગા. ૫૩.
૩. જીતકલ્પભાષ્ય, ગા. ૭-૬૯૪ તથા પ્રસ્તુત ગ્રંથ, પૃ. ૨૦૩-૨૦૭.
Jain Education International
આગમિક વ્યાખ્યાઓ
For Private & Personal Use Only
www.jainelibrary.org