________________
ઇસમ પ્રકરણ
બૃહત્કલ્પ-બૃહદ્ભાષ્ય
નામથી જ સ્પષ્ટ છે કે આ ભાષ્ય બૃહત્કલ્પ-લઘુભાષ્યથી આકારમાં મોટું છે. દુર્ભાગ્યે આ અપૂર્ણ જ ઉપલબ્ધ છે. આમાં પીઠિકા અને પ્રારંભના બે ઉદ્દેશો તો પૂર્ણ છે પરંતુ તૃતીય ઉદેશ અપૂર્ણ છે. અંતના ત્રણ ઉદ્દેશો અનુપલબ્ધ છે. આચાર્ય ક્ષેમકીર્તિની ટીકાથી સ્પષ્ટ છે કે ભાષ્યનો આ અંશ રચવામાં અવશ્ય આવ્યો છે. પ્રસ્તુત ભાષ્યમાં લઘુભાષ્ય સમાવિષ્ટ છે.
લઘુભાષ્યની પ્રથમ ગાથા છે :
काऊण नमोक्कारं, तित्थयराणं तिलोगमहियाणं । कप्पव्वहाराणं, वक्खाणविहिं पवक्खामि ॥ १ ॥ બૃહદ્ભાષ્યની પ્રથમ ગાથા છે :
काऊण नमोक्कारं, तित्थकराणं तिलोकमहिताणं । कप्पव्वहाराणं, वक्खाणविधिं पवक्खामि ॥ १ ॥
આ બંને ગાથાઓમાં ક્યાંક-ક્યાંક અક્ષરભેદ અર્થાત્ અક્ષર-પરિવર્તન છે. આ જ પ્રકારનું પરિવર્તન અન્ય ગાથાઓમાં પણ દૃષ્ટિગોચર થાય છે.
લઘુભાષ્યની બીજી ગાથા છે :
सक्कयपाययवणाण विभासा जत्थ जुज्जते जं तु ।
अज्झयणनिस्ताणि य, वक्खाणविही य अणुओगो ॥ २ ॥
૩
આ ગાથા બૃહદ્ભાષ્યમાં ઘણી દૂર છે. લગભગ સો ગાથાઓ પછી આ ગાથા આપવામાં આવી છે. વચ્ચેની આ બધી ગાથાઓ પ્રથમ ગાથાના વિવેચન રૂપે છે. બૃહદ્ભાષ્યમાં ઉપર્યુક્ત ગાથા કેટલાક પરિવર્તન સાથે આ મુજબ છે :
सब्भगपायतवयणाण विभासा जच्छ कुज्झते जातु । अब्भयणिरुत्ताणिय वत्तव्वाइं जहाक मसो "
૧.
આ ભાષ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીની અસીમ કૃપાથી હસ્તલિખિતરૂપે પ્રાપ્ત થયું તેથી મુનિ શ્રીનો અત્યંત આભારી છું. ૨. આદ ય ગૃહમાષ્યવૃત્ – રત્તિ વવપરિવાસે, તદુળા ડોસા દેવંત પેવિદા । -- ગા. ૫૧૮૧ની વ્યાખ્યા (ઉદ્દેશ ૫, પૃ. ૧૫૮૦).
બૃહત્કલ્પલધુભાષ્ય,
-
૩. પૃ. ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org