SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ઇસમ પ્રકરણ બૃહત્કલ્પ-બૃહદ્ભાષ્ય નામથી જ સ્પષ્ટ છે કે આ ભાષ્ય બૃહત્કલ્પ-લઘુભાષ્યથી આકારમાં મોટું છે. દુર્ભાગ્યે આ અપૂર્ણ જ ઉપલબ્ધ છે. આમાં પીઠિકા અને પ્રારંભના બે ઉદ્દેશો તો પૂર્ણ છે પરંતુ તૃતીય ઉદેશ અપૂર્ણ છે. અંતના ત્રણ ઉદ્દેશો અનુપલબ્ધ છે. આચાર્ય ક્ષેમકીર્તિની ટીકાથી સ્પષ્ટ છે કે ભાષ્યનો આ અંશ રચવામાં અવશ્ય આવ્યો છે. પ્રસ્તુત ભાષ્યમાં લઘુભાષ્ય સમાવિષ્ટ છે. લઘુભાષ્યની પ્રથમ ગાથા છે : काऊण नमोक्कारं, तित्थयराणं तिलोगमहियाणं । कप्पव्वहाराणं, वक्खाणविहिं पवक्खामि ॥ १ ॥ બૃહદ્ભાષ્યની પ્રથમ ગાથા છે : काऊण नमोक्कारं, तित्थकराणं तिलोकमहिताणं । कप्पव्वहाराणं, वक्खाणविधिं पवक्खामि ॥ १ ॥ આ બંને ગાથાઓમાં ક્યાંક-ક્યાંક અક્ષરભેદ અર્થાત્ અક્ષર-પરિવર્તન છે. આ જ પ્રકારનું પરિવર્તન અન્ય ગાથાઓમાં પણ દૃષ્ટિગોચર થાય છે. લઘુભાષ્યની બીજી ગાથા છે : सक्कयपाययवणाण विभासा जत्थ जुज्जते जं तु । अज्झयणनिस्ताणि य, वक्खाणविही य अणुओगो ॥ २ ॥ ૩ આ ગાથા બૃહદ્ભાષ્યમાં ઘણી દૂર છે. લગભગ સો ગાથાઓ પછી આ ગાથા આપવામાં આવી છે. વચ્ચેની આ બધી ગાથાઓ પ્રથમ ગાથાના વિવેચન રૂપે છે. બૃહદ્ભાષ્યમાં ઉપર્યુક્ત ગાથા કેટલાક પરિવર્તન સાથે આ મુજબ છે : सब्भगपायतवयणाण विभासा जच्छ कुज्झते जातु । अब्भयणिरुत्ताणिय वत्तव्वाइं जहाक मसो " ૧. આ ભાષ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીની અસીમ કૃપાથી હસ્તલિખિતરૂપે પ્રાપ્ત થયું તેથી મુનિ શ્રીનો અત્યંત આભારી છું. ૨. આદ ય ગૃહમાષ્યવૃત્ – રત્તિ વવપરિવાસે, તદુળા ડોસા દેવંત પેવિદા । -- ગા. ૫૧૮૧ની વ્યાખ્યા (ઉદ્દેશ ૫, પૃ. ૧૫૮૦). બૃહત્કલ્પલધુભાષ્ય, - ૩. પૃ. ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy